ગુજરાત રાજ્યના હાથશાળ અને હસ્તકલાના કુટિર ઉદ્યોગના કારીગરોને ધંધાના વિકાસ માટે કાચો માલ ખરીદવા નાણાકીય મૂડીની જરૂરિયાત પડતી હોય છે. આ નાણાંકીય જરૂરીયાત માટે કારીગરોએ નાણાકીય સંસ્થાઓ /ખાનગી ધિરાણકર્તા ઉપર આધાર રાખવો પડે છે. જેનો વ્યાજદર ઉંચો હોવાથી વર્તમાન સમયમાં કુટિર ઉદ્યોગના કારીગરોને બજારમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે.
ગુજરાત સરકારશ્રીના કુટિર અને ગ્રામોદ્યોગ હસ્તકના ઈન્ડેક્ષ્ટ-સીમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આર્ટીઝન તરીકે કાર્યરત છે. જેમા& નોંધાયેલા કારીગરોને કાર્યકારી મૂડી માટે સરળતાથી ઓછા વ્યાજે જરૂરીયાત મુજબના નાણા મળે તે માટે આ યોજના અમલમાં લાવવામાં આવેલ છે. અગાઉના આર્ટીકલમાં આપણે પોલ્ટ્રી ફાર્મ લોન યોજના, નવા ધંધા માટે (મુદ્દતી) ટર્મ લોન યોજના, સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાની વિગતવાર માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે Dattopant Thengadi Artisan Interest Subsidy Scheme વિષે માહિતી મેળવીશું.
Highlight Point
યોજનાનું નામ | દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના |
વિભાગનું નામ | ઉદ્યોગ અને ખાણ વિભાગ |
કચેરી નું નામ | જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર |
લાભાર્થીની પાત્રતા | કારીગર |
અરજી પ્રક્રિયા | ઓફલાઈન |
સહાય કોને મળવાપાત્ર છે?
દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના ગુજરાત રાજ્યના કુટીર અને ગ્રામોદ્યોગ હસ્તકના ઈન્ડેક્ષ-સી હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આર્ટીઝન તરીકે નોંધાયેલા કારીગરોને સહાય મળવાપાત્ર છે.
લોન કેટલી મળવાપાત્ર છે?
આ યોજનામાં લાભાર્થીને વાર્ષિક રૂ. 1,00,000/- મહત્તમ મર્યાદામાં લોન મળશે. આ લોન મશીનરી અથવા વર્કિગ કેપીટલ (કાચો માલ ખરીદવા માટે) અથવા બન્ને માટે ધિરાણ મળી શકશે.
વ્યાજ સહાય કેટલી મળવાપાત્ર છે?
આ યોજના હેઠળ 7% દરે વ્યાજ સહાય મળવાપાત્ર થશે,. જે સહાય દર 6 મહિને બેંક તરફથી ક્લેઈમ મળ્યેથી લાભાર્થીના ખાતામાં જમા કરાવવાની રહેશે. આ સહાય મહત્તમ ત્રણ વર્ષ સુધી જ મળવાપાત્ર રહેશે. વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી નિયમીત બેંક નક્કી કરે તે મુજબ હપ્તા ભરનાર લાભાર્થીને બેંકની ભલામણથી ફરીથી આ યોજના હેઠળ લાભ આપી શકાશે. પરંતુ મહત્તમ ત્રણ વાર આ જ શરતો હેઠળ આ યોજનાનો લાભ મળી શકશે.
દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના માટે જરૂરી ડોકયુમેંટ
Dattopant Thengadi Artisan Interest Subsidy Scheme માટે કેટલાક ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે. જે નીચે મુજબ છે.
- નિયત અરજીપત્રક (બે નકલમાં)
- પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફસ (ફોટા ફોર્મની બંને નકલો ઉપર ચોંટાડવા)
- બેન્ક સર્ટીફિકેટ મેળવવાનું રહેશે.
- વ્યાજ સહાય ફોર્મ
- ચૂંટણી ઓળખપત્ર/આધારકાર્ડ,
- આર્ટીઝન કાર્ડ,
- જન્મ નોંધણીનું પ્રમાણપત્ર અથવા શાળા છોડયાનું પ્રમાણપત્ર,
- જો સાધન-ઓજાર ખરીદવાના હોય તો તેના ટીન/વેટ નંબરવાળા ભાવપત્રકો,
- સૂચિત ધંધાના સ્થળનો આધાર (ભાડાચિઠ્ઠી/ભાડા કરાર,
- મકાનવેરાની પહોંચ વગેરે
- વીજળી વપરાશ કરવાની હોય તો તેનો પુરાવો/ સંમતિ પત્રક.
ફોર્મ અને લિંક
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર | જિલ્લા ઉદ્યોગની યાદીની લિંક |
ફોર્મ | અહી ક્લિક કરો |
ઠરાવ | અહી ક્લિક કરો |
સબસીડી ફોર્મ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |