12 પાસ માટે આવી 7000 જગ્યાઓ પર બમ્પર ભરતી , GSRTC માં ડ્રાઈવર – કંડકટર ભરતી 2023

શું તમે નોકરીની આશાસ્પદ તકો શોધી રહ્યા છો? આગળ ના જુઓ! નમસ્કાર મિત્રો આજના યુગમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો તે દરેક વ્યક્તિ માટે છે બેરોજગારી. પરંતુ સમયાંતરે નાની મોટી સરકારી કે પ્રાઇવેટ ભારતીઓ આવતી રહેતી હોય છે જેની આપણને જાણ હોતી નથી તો આપણે આ વેબસાઈટ ના માધ્યમથી તમામ નાની મોટી ભરતીઓ ની માહિતી મેળવીશું.તો ચાલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક નવી ભરતી વિશે ની તોગુજરાત STમાં કંડક્ટર અને ડ્રાઈવરની 7404 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો આ ભરતીની વિષે ની સંપૂર્ણ માહિતી નીચેના લેખમાં ઉપલબ્ધ છે જેમ કે ખાલી જગ્યાઓ, પગારની શ્રેણી, લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અરજીની વિગતોની રૂપરેખા આપવામાં આવી છે. પોસ્ટ ને છેલ્લે સુધી વાંચવી તેમજ ઉપયોગી લાગે તો અન્ય મિત્રો સાથે શેર કરવા વિનંતી.

GSRTC માં ડ્રાઈવર – કંડકટર ભરતી 2023

ભરતીનું નામ ગુજરાત ડ્રાઈવર, કંડક્ટર ભરતી 2023
ભરતી સંસ્થા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)
ખાલી જગ્યાઓની સંખ્યા 7404
અરજી કરવાની છેલ્લી તારીખ 06-09-2023
ઓફિસીયલ વેબસાઈટ https://www.gsrtc.in
ગુજરાત ડ્રાઈવર, કંડક્ટર ભરતી 2023

પોસ્ટ નું નામ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા કંડકટરની 3342 અને ડ્રાઈવરની 4062 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. કુલ 7404 જગ્યાઓની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. તે માટે લાયકાત 12 પાસ જરૂરી છે.

શૈક્ષણીક લાયકાત

કંડકટરના પદ માટેની શૈક્ષણિક કાયકાત 12 પાસ હશે જે પહેલાં 10+12+કૉલેજ ની ટકાવારી ગણવામાં આવતી પરંતુ એ નિયમ હવે નથી, 12 પાસ ઉમેદવારને મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવશે તેમજ કંડક્ટર લાઈસન્સ આ લાઈસન્સ (RTO દ્વારા આપવામાં આવે છે) કંડકટર લાઈસન્સ કઢાવવા માટે ફર્સ્ટ એઇડ સર્ટિ હોવું જોઈએ. ફર્સ્ટ એઈડ સર્ટિ જિલ્લા રેડ ક્રોસ સોસાયટી થી મેળવવું પડે.

ઉંમર મર્યાદા

  • કંડક્ટર માટે: 18 – 33+1=34, (જન્મ તારીખ:- 06/09/1989 થી 06/09/2005)
  • ડ્રાઈવર માટે: 25 – 33+1=34, (જન્મ તારીખ:- 06/09/1989 થી 06/09/1998)
  • ડ્રાઈવર માટે ઊંચાઈ: 162 સેમી (SC 160 સેમી)

GSRTC પસંદગી પ્રક્રિયા

  • આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટ એમ બે રાઉન્ડ ક્લિયર કરવાના રહેશે.
  • લેખિત કસોટી
  • ડ્રાઇવિંગ ટેસ્ટ
  • ઈન્ટરવ્યુ

પગાર ધોરણ

જગ્યાનું નામ: કંડક્ટર
ફિક્સ પગાર – પાંચ વર્ષ માટે રૂ 18500/-
જગ્યાનું નામ: ડ્રાઈવર
ફિક્સ પગાર – પાંચ વર્ષ માટે રૂ 18500/-

અગત્યની તારીખ

આ માટે, ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરવાની અવધિ 07/08/2023 થી 06/09/2023 (23:59 કલાક સુધી) છે. તેમજ અરજી ફી સ્વીકારવાનો સમયગાળો 07/08/2023 થી 08/09/2023 (23:59 કલાક સુધી) છે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

  • આ ભરતીમાં ફક્ત ઓનલાઇન અરજીઓ જ સ્વીકારવામાં આવશે
  • અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ ની મુલાકાત લો
  • અરજી કરનારને એક ઓનલાઇન રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવશે જેને સાચવવો
  • *હોય તે દરેક ફિલ્ડ ભરવી જરૂરી છે
  • અરક્ષિત કેટેગરીમાં આવતા લોકોએ કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવું જરૂરી છે
  • ફોર્મમાં જરૂરી વિગતો ભરીને ફોર્મ બરાબર ચેક કર્યા બાદ જ સબમીટના ઓપ્શન પર ક્લિક કરવું

જરૂરી લિંક્સ

સતાવાર સાઈટ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top