Gujarat Shravan Tirth Darshan Yojana 2023 | શ્રવણ તીર્થ દર્શન યોજના, ઓનલાઈન અરજી કરો, પાત્રતા અને અરજી ફોર્મ

ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ એક યાત્રાધામ કાર્યક્રમ છે, જે વરિષ્ઠ નાગરિકોને રાજ્યમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની તક પૂરી પાડે છે. આ યોજના હેઠળ, કોઈપણ સમુદાય અથવા વર્ગના વરિષ્ઠ નાગરિકો સરકાર દ્વારા આવરી લેવામાં આવતા મુસાફરી ખર્ચના 50% સાથે તીર્થયાત્રા કરી શકે છે. તાજેતરમાં, યોજનામાં તેના લાભો વધારવા માટે નોંધપાત્ર ફેરફારો થયા છે.ગુજરાત સરકાર દ્વારા ચાલતી શ્રવણ તીર્થ દર્શન યોજનામાં ગુજરાત સરકાર દ્વારા સિનિયર સિટીઝન લોકોને જાત્રા કરાવવામાં આવે છે, જેમાં 75 ટકા ટ્રાવેલ્સ ખર્ચ ગુજરાત સરકાર દ્વારા સહાયરૂપે આપવામાં આવે છે.

શ્રવણ તીર્થ દર્શન યોજના

યોજનાનું નામશ્રવણ તીર્થ દર્શન યોજના
લાભાર્થી 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના ગુજરાતના નાગરિકો
રાજ્ય ગુજરાત
સહાય પવિત્ર યાત્રાધામ મા દર્શન કરવા હેતુ થી ટ્રાવેલિંગ નાં 75% કરમ આપવામાં આવે છે
સત્તાવાર વેબસાઇટ http://yatradham.gujarat.gov.in
શ્રવણ તીર્થ દર્શન યોજના

શ્રવણ તીર્થ દર્શન યોજના હેતુ

  • ગુજરાત રાજ્યમાં વસતા લોકો કે જેમની ઉંમર 60 વર્ષ કે તેનાથી વધુ હોય તેવા લોકો આ યોજનાનો લાભ લઈ શકશે.
  • ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (State Road Transport Corporation) એટલે કે એસટી બસ (ST Bus) ખાતે ખાનગી બસ અથવા લક્ઝરી બસના પ્રવાસ ભાડાના 75 ટકા રકમ ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.
  • આમ ખાનગી બસ ભાડે કરવામાં આવે તથા એસટી બસનું ભાડું (ST bus fare) , બેમાંથી જે ઓછુ હોય તે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.
  • આ યોજનાનો લાભ એક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન એક જ વાર લઈ શકશે.
  • આ યોજના હેઠળ કુલ 2 રાત્રિ અને 3 દિવસના પ્રવાસની મર્યાદા નક્કી કરવામાં આવેલી છે.
  • આ યોજનાનું અમલીકરણ ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવશે. કોઈ વ્યક્તિગત રીતે આ યોજનાનો લાભ લેવા માંગે તો આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં. પરંતુ તેણે 30 લોકોનું ગ્રૂપ બનાવીને બસ ભાડે કરાવીને આ યોજનાનો લાભ મેળવી શકશે.

શ્રવણ તીર્થ દર્શન યોજના કોને સહાય મળવાપાત્ર છે ?

શ્રવણ તીર્થ દર્શન યોજનાનો લાભ વ્યક્તિગત ધોરણે મળવાપાત્ર થશે નહી.પરંતુ વરિષ્ઠ નાગરિકોનું ઓછામાં ઓછા 27 નું ગૃપ બનાવીને બસ ભાડે કરેલ હોય તો જ મળવાપાત્ર થશે. યોજનાનું અમલીકરણ ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવાનું રહેશે.

શ્રવણ તીર્થ દર્શન યોજના નો ઉદ્દેશ્ય

Shravan Tirth Darshan Yojana નો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં વસવાટ કરતા વરિષ્ઠ નાગરિકોને રાજ્યમાં આવેલ તીર્થ સ્થાનોની યાત્રા માટે સરકારી સહાય પૂરી પાડવાનો છે. ગુજરાત સરકારનું એવું માનવું છે કે આ યોજના થકી રાજ્યના સિનિયર સિટીઝનને તીર્થસ્થાનોની યાત્રા માટે આર્થિક મુશ્કેલી નો સામનો નહીં કરવો પડે. ઘણા વરિષ્ઠ નાગરિકોની ઈચ્છા પણ હોય છે કે તેઓ તીર્થ સ્થાનોની યાત્રા કરે પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે તેઓની આ ઈચ્છા પૂરી થતી નથી. એવા સમયમાં રાજ્ય સરકારે આ યોજના બહાર પાડીને ખરેખર વરિષ્ઠ નાગરિકોની મદદ કરવાનો નિર્ણય કરેલો છે.

શ્રવણ તીર્થ દર્શન યોજના 2023 માટે જરૂરી દસ્તાવેજો

  • લાભાર્થી નું આધારકાર્ડ
  • લાભાર્થી નું ચૂંટણીકાર્ડ
  • લાભાર્થી નું રેશનીંગ કાર્ડ
  • લાભાર્થી નું રહેણાંક નો પુરાવો
  • ગાડી ચલાવવા ની પરવાનગી લેટર
  • લાભાર્થી નાં પાસપોર્ટ સાઇઝ ના ફોટો

ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા

  • આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ (https://yatradham.gujarat.gov.in/) પર જવું પડશે.
  • ત્યાર પછી તમારે Booking for Shravan Tirth નામના મેનુમાં રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારી સામે એક નવું પેજ ખૂલી જશે. એમાં તમારે તમારી સામાન્ય વિગત ભરવાની રહેશે. (નામ મોબાઈલ નંબર ઇમેલ આઇડી અને પાસવર્ડ બનાવવાનો રહેશે)
  • ત્યારબાદ કેપ્ચા કોડ ભરીને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • આ પદ્ધતિ પ્રમાણે Shrvan TirthDarshan Yojana માટે Registration કરાવી શકો છો.

શ્રવણ તીર્થ દર્શન યોજના ઑફલાઇન અરજી કરો

  • આ યોજના અંતર્ગત ઓફલાઈન અરજી માટેના ફોર્મ બે રીતે મેળવી શકાશે. (૧) ઓફિસિયલ વેબસાઈટ ઉપરથી કરી શકાશે. (૨) ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની ડેપો મેનેજરશ્રી ની કચેરીએ સંપર્ક કરવાનો રહેશે.
  • ફોર્મ મેળવ્યા બાદ તેને સંપૂર્ણપણે સચોટ રીતે ભરવાનું રહેશે.
  • ત્યારબાદ આ ફોર્મને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ઓફિસમાં સબમીટ કરવાનું રહેશે.
  • આ રીતે તમે Shravan Tirth Darshan Yojana માટે Offline Apply કરી શકો છો.

ઉપયોગી લીંક

ઓફિશિયલ વેબસાઈટ અહી ક્લિક કરો
યોજનાની PDFઅહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top