Gyan Shadhna Scholarship, જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના: રાજ્ય સરકાર દ્વારા બાળકોના શિક્ષણ માટે વિવિધ યોજનાઓ અમલમાં છે એક નવી યોજના એટલે કે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2023 જે અંતર્ગત ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂપિયા 20,000/- અને ધોરણ 11 થી 12 સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂપિયા 25,000/-ની સ્કોલરશીપ આપવામાં આવશે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023
Gyan Sadhana Scholarship 2023: આ સ્કોલરશીપ યોજના મા સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા દ્વારા પસંદગી કરવામા આવશે. જેના માટે નીચેની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે.
- સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામા ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ કરી ધોરણ 8માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ કરેલ હોય. અથવા
- આરટીઈ એક્ટ 2009ની કલમ 12(1)(સી)ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓના 25%ની મર્યાદામાં જે તે સમયે ધોરણ 1માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય.
- ઉપરના બંને કિસ્સામાં જેઓના વાલીની આવક આરટીઈ એક્ટ, 2009ની કલમ 12 (1) (સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા હાલ શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000 અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા 1,20,000 કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ કસોટી આપી શકશે.
પરીક્ષા ફી– Exam Fees
આ સ્કોલર્શીપ યોજના માટે પરીક્ષા માટે ફોર્મ ભરવા માટે કોઇ પણ પ્રકારની પરીક્ષા ફી રાખવામા આવેલ નથી.
સ્કોલરશીપ ની રકમ
- ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 20000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.
- ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 25000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.
કસોટીનુ માળખુ
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના મા વિદ્યાર્થીઓની પસંદગી પરીક્ષા દ્વારા કરવામા આવશે. જેમા કસોટીનુ માળખુ નીચે મુજબ હશે.
- આ કસોટીનુ પ્રશ્ન પત્ર 120 ગુણનુ રહેશે તથા સમય 150 મિનિટ રહેશે.
- કસોટી નુ પ્રશ્ન પેપર ગુજરાતી/અંગ્રેજી ભાષામા રહેશે.
- વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી જે માધ્યમ પસંદ કરે તે માધ્યમ મા પરીક્ષા આપી શકશે.
ઓનલાઇન અરજી પ્રોસેસ
જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.
- સૌ પ્રથમ રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ https://www.sebexam.org/ પર જવાનુ રહેશે.
- તેમા Apply Online પર ક્લીક કરો.
- તેમા જ્ઞાન સાધના પ્રખરતા કસોટી પસંદ કરો.
- ત્યારબાદ ઓપન થયેલા ફોર્મ મા વિદ્યાર્થીનો Adhar UDI નંબર નાખતા વિદ્યાર્થીની જરૂરી માહિતી આવી જશે.
- ત્યારબાદ માંગવામા આવેલી અન્ય માહિતી સબમીટ કરો અને વિદ્યાર્થીનો ફોટો અને સહિ અપલોડ કરો.
- છેલ્લે તમારુ ફોર્મ ચકાસી કંફર્મ આપો.
- આ ફોર્મ ની પ્રિંટ કાઢી લો.
મહત્વપૂર્ણ લીંક
સતાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |