દરેક માટે ઉપયોગી । તમારી ઉંમર મુજબ કેટલું બ્લડ પ્રેશર હોવું જોઈએ જાણો અહીંથી

તમારા શરીરમાં તમારી ધમની પર તમારું લોહી જેટલું દબાણ કરે છે તે દબાણના માપનને બ્લડ પ્રેશર રીડિંગ (Blood Pressure Reading) કહેવાય છે. દિવસ દરમિયાન તમારું બ્લડ પ્રેશર(Blood Pressure) અનેક વખત બદલે છે. એટલે કે જ્યારે તમે સામાન્ય સ્થિતિમાં કે ચિંતા મુક્ત અને ખુશ હશો ત્યારે તમારું બ્લડ પ્રેશર નોર્મલ (Normal Blood Pressure) રહેશે. પરંતુ જ્યારે તમે તણાવ (Tension) કે ભાગદોડમાં હશો ત્યારે તમારું બ્લડ પ્રેશર પણ વધી (High Blood Pressure) જશે. હાઈ બ્લડ લાંબાગાળે પ્રેશર હૃદય, મગજ અને આંખના નુકસાન સહિતના ગંભીર સ્વાસ્થ્ય જોખમો (Health Problems) ઊભા કરે છે. તેવી જ રીતે, લાંબાગાળે લો બ્લડ પ્રેશર સ્વાસ્થ્ય સંબંધિત જોખમો લાવે છે. સદનસીબે, હાઈ અને લો બ્લડ પ્રેશર બંનેને નિયંત્રિત કરવા માટે ઉપયોગી રીતો છે.

બ્લડ પ્રેશર એટલે શું ?

આજના સમયમાં ખાણીપીણી અને અસંતુલિત જીવનશૈલીના કારણે તમામ પ્રકારની બીમારીઓ લોકોને થઈ રહી છે. બ્લડ પ્રેશરની સમસ્યા પણ મોટાભાગના લોકોમાં ખાણીપીણીથી જોડાયેલ ગડબડી અને તણાવપૂર્ણ જીવનશૈલીના કારણે થાય છે. બ્લડ પ્રેશરની સમસ્યામાં માત્ર તમારા શરીરના બ્લડ સર્ક્યુલેશનમાં અસંતુલન જ નથી થતું પરંતુ, તેના કારણે ઘણી ગંભીર બીમારીઓ શરીરમાં થઈ શકે છે. આપના શરીરમાં રહેલ, હાર્ટ શરીરના બધા જ અંગોમા બ્લડ સપ્લાઈ કરે છે.જ્યારે આપણા શરીરમાં સામાન્ય રૂપથી બ્લડનું સર્ક્યુલેશન થાય તો, આ સ્થિતિને બ્લડ પ્રેશરનું સામાન્ય હોવું ગણવામાં આવે છે. પરંતુ ખાણીપીણીમાં અસંતુલન, શારીરિક ગતિવિધિઓમાં ઉણપ અને શરીરની અંતર્નિહિત સ્વાસ્થ્ય સ્થિતિઓના કારણે બ્લડના સર્ક્યુલેશનમાં અસંતુલન પણ થઈ શકે છે. બ્લડ પ્રેશરની બીમારી બે પ્રકારની હોય છે, એક જેને હાઇ બ્લડ પ્રેશર એટલે કે, ઉચ્ચ રક્ત ચાપ કહે છે અને બીજું લો બ્લડ પ્રેશર જેને નિમ્ન રક્ત ચાપ કહેવામા આવે છે. આ સમસ્યાઓના કારણે શરીરમાં ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે. આવો જાણીએ કઈ ઉંમરે કેટલું હોવું જોઈએ નોર્મલ બ્લડ પ્રેશર?

ઉમર પ્રમાણે બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ

15થી 24 વર્ષ સુધીની ઉંમર માટે

15થી 18 વર્ષની ઉંમરમાં પુરુષોમાં 117-77mmHg અને મહિલાઓમાં 120-85mmHg સુધીનું બ્લડ પ્રેશર હોવું જોઇએ. જો તમારી ઉંમર 19થી 24 વર્ષ છે તો પુરુષોમાં 120-79mmHg અને મહિલાઓમાં 120-79mmHg સુધીનું બ્લડ પ્રેશર હોવું જોઇએ.

25થી 29 વર્ષ સુધી

25થી 29 વર્ષની ઉંમરમાં પુરુષોનું બ્લડ પ્રેશર 120-80mmHg અને મહિલાઓનું બ્લડ પ્રેશર 120-80mmHg સુધી હોવું જોઇએ.

30થી 39 વર્ષ સુધી

આ ઉંમરમાં હાઈ અને લો બ્લડ પ્રેશરની સમસ્યા સૌથી વધારે હોય છે. તેથી તમારે સૌથી વધુ કાળજી લેવી જોઇએ. 30થી 39 વર્ષની ઉંમરમાં પુરુષોનું બ્લડ પ્રશર 122-81mmHg અને મહિલાઓનું બ્લડ પ્રેશર 123-82mmHg સુધી હોવું જોઇએ. જ્યારે 36થી 39 વર્ષના પુરુષોમાં બ્લડ પ્રેશર 123-82mmHg અને મહિલાઓમાં 124-83mmHg સુધી હોવું જોઇએ.

40થી 49 વર્ષ સુધી

જો તમારી ઉંમર 40થી 45 વર્ષની વચ્ચે છે તો પુરુષોમાં સામાન્ય બ્લડ પ્રેશર 124-83mmHg અને મહિલાઓમાં 125-83mmHg સુધી હોવું જોઇએ. 46થી 49 વર્ષની ઉંમરમાં પુરુષોનું બ્લ્ડ પ્રેશર 126-84mmHg અને મહિલાઓનું બલ્ડ પ્રેશર 127-84mmHg સુધી હોવું જોઇએ.

50થી 55 વર્ષ સુધી

આ ઉંમરે પણ તમારે હાઈ અને લો બવ્ડ પ્રેશરનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. 50થી 55 વર્ષની ઉંમરમાં પુરુષોમાં બ્લડ પ્રેશર 128-85mmHg અને મહિલાઓમાં 129-85mmHg સુધી નોર્મલ બ્લડ પ્રેશર હોવું જરૂરી છે.

56થી 59 વર્ષ સુધી

56થી 59 વર્ષની ઉંમરમાં પુરુષોનું નોર્મલ બ્લડ પ્રેશર 131-37mmHg સુધી હોય છે. જ્યારે આ ઉંમરમાં મહિલાઓનું નોર્મલ બ્લડ પ્રેશર 130-86mmHg સુધી હોવું જોઇએ.

60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો માટે

60 કે તેથી વધુ ઉંમર ધરાવતા પુરુષોમાં બ્લડ પ્રેશર 135-88mmHg અને મહિલાઓમાં 134-84mmHg સુધી હોવું જોઇએ.

લો બ્લડ પ્રેશર થવા માટેના કારણો અને લક્ષણો

લો બ્લડ પ્રેશર (હાયપોટેન્શન) સામાન્ય રીતે 90/60 mm Hg (અથવા નીચે) માપવામાં આવે છે. કેટલાક લોકોને હંમેશા લો બ્લડ પ્રેશર હોય છે, તેથી તે દરેક વ્યક્તિ પર આધાર રાખે છે. જો કે, બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડો થવો તે વધુ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે. નીચેના કારણોસર લો બ્લડ પ્રેશરની સમસ્યા થઇ શકે છે.

  • દવાઓ
  • રક્તસ્ત્રાવ
  • ઉંમર
  • ડિહાઇડ્રેશન
  • ગર્ભાવસ્થા
  • ડાયાબિટીસ
  • હ્યદય સંબંધિત સમસ્યાઓ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top