Karkirdi margdarshan 2024 : ધોરણ 10 અને 12 પછી શું કરવું જોઈએ? તમામ અભ્યાસક્રમની માહિતી જુઓ

ધોરણ 10 અને 12 પછી શું કરવું : ગુજરાતમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષાના પરિણામ (gujarat board 12th result 2024) જાહેર થઈ ગયા છે. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે, તો સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું છે. ત્યારે હવે આગળની કારકિર્દી કેવી રીતે આગળ વધારી શકાય તે અંગે થોડું માર્ગદર્શન મેળવીશું. આપેલ માહિતી ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી કારકિર્દી માર્ગદર્શન પુસ્તિકાના આધારે આપવામા આવી રહી છે. 12 સાયન્સમાં ગ્રુપ-એ, ગ્રુપ-બી તથા ગ્રુપ-એબી સાથે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તમે અહીં જણાવેલા કોર્સ પસંદ કરી શકો છો.

આપણે આ આર્ટિકલમાં તમામ વિગતવાર માહિતી મેળવીશું. આપણે આ આર્ટિકલમાં Karkirdi margdarshan 2024 તથા ધોરણ 10 અને 12 પછી શું કરવું જોઈએ? તેની વિગતવાર માહિતી મેળવશુ.

Karkirdi Margadarshan 2024 | કારકીર્દી માર્ગદર્શન 2024

Karkirdi margdarshan 2024 : શું તમે વિચારી રહ્યા છો કે ધોરણ 10 અને 12 પછી શું કરવું જોઈએ? મૂલ્યવાન કારકિર્દી માર્ગદર્શન સંસાધનોની ઍક્સેસ મેળવો! એકવાર તમારું બાળક 10મું કે 12મું ધોરણ પૂરું કરી લે પછી, માતાપિતા તરીકે, તમે વારંવાર વિચારવાનું છોડી દો છો કે તેમના ભવિષ્ય માટે કયો અભ્યાસક્રમ સૌથી યોગ્ય રહેશે. તે એક નિર્ણાયક નિર્ણય છે જેને જાણકાર પસંદગીઓની જરૂર છે.

ધો 10 પછી શું કરવું ?

જે પણ વિદ્યાર્થીએ ધોરણ 10 પાસ કર્યું હશે તો એના માટે ધોરણ 10 પછી શું કરવું પ્રશ્ન હશે જેનો અમે અહીં સૌથી સારો જવાબ આપીએ તો ધોરણ ૧૧ મા એડમિશન લેવું જેમાં મુખ્ય બે પ્રવાહો છે, સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ, અથવા તમે આ.ટી.આઈ પણ કરી શકો છો અથવા તમે ડિપ્લોમા પણ કરી શકો છો.

ધોરણ 12 પછી શું ?

તમે ધોરણ ૧૨ માં કોમર્સ કે આટર્સ ના વિષયો રાખો તો ત્‍યાર પછી તમે આ B.B.A.ફેશન ડિઝાઇન હોટેલ મૅનેજમેન્‍ટ, Fine Arts, L.L.B., B. A, B. Com, BCA નો અભ્‍યાસ કરી શકો. અને ધોરણ ૧૨ સાયન્‍સ પછી મેડિકલ, એન્‍જિનિયરિંગ, ફાર્મસી, વગેરે અભ્‍યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકો છો.

ધોરણ 12 બાદ વિવિધ પ્રવેશ કસોટીઓ જેવી કે, પ્રિ-વેટરનરી, IIT JEE(A), મેડિકલ ક્ષેત્રે પ્રવેશ આપતી અન્ય સંસ્થાની પ્રવેશ કસોટીઓના મેરિટના આધારે પ્રવેશ મળે છે. 12 સાયન્સ બાદ તમે ડિગ્રી એન્જિનિયરિંગ, ફાર્મસી, મેડિકલ/પેરામેડિકલ, આર્કિટેક્ટ, નર્સિંગ, કૃષિક્ષેત્ર, શિક્ષણક્ષેત્ર અને અન્ય કોર્સ પસંદ કરી શકો છો.

 • B. Tech (એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ)
 • B. Tech (રીન્યુએબલ એનર્જી & એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ)
 • B. Tech (ડેરી ટેક્નોલૉજી)
 • B. Tech (ફૂડ ટેક્નોલૉજી)
 • B. Tech (એગ્રીકલ્ચરલ ઇન્ફર્મેશન ટેક્નોલૉજી)

એન્જિનિયરિંગમાં કેવી રીતે બનાવશો

12 સાયન્સમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, અંગ્રેજી સાથે પાસ ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે. રાજ્યમાં આવેલી વિવિધ એન્જિનિયરિંગ કોલેજમાં જૂદા જૂદા વિષયોમાં એન્જિનિયરિંગ ડિગ્રી પ્રાપ્ત થાય છે. એન્જિનિયરિંગ વિષયોમાં

સિવિલ, મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ, બાયોમેડિકલ, ફાયર ટેક્નોલોજી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઇન્સ્ટ્રૂમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ, ટેક્સટાઇલ ટેક્નોલોજી, એનવાર્યમેન્ટ, કોમ્પ્યૂટર મેટલર્જી ઇરિગેશન એન્ડ વોટર મેનેજમેન્ટ, મેકાટ્રોનિક્સ, એરોનોટિક્સ, રબ્બર ટેક્નોલોજી, પ્લાસ્ટિક ટેક્નોલોજી, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઓટોમોબાઇલ, એન્જિનિયરિંગ, પ્રોડક્શન, એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ.

રાજ્યની ઇજનેરી/ફાર્મસી તથા SVIT સુરત, ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ ટેક્નોલોજી, ગાંધીનગર, પંડિત દિનદયાળ યુનિવર્સિટીમાં ચાર વર્ષનો બીટેક પ્રોગ્રામ ઇન પેટ્રોલિયમ એન્જિનિયરિંગ અથવા પાંચ વર્ષનો ડબલ ડિગ્રી એમટેક પ્રોગ્રામ જેવા કે, પેટ્રોલિયમ એન્જિનિયરિંગ, ન્યુક્લિયર એન્જિનિયરિંગ, સોલર એન્જિનિયરિંગ તથા મોડલિંગ એન્ડ વર્ચ્યુઅલ રિયાલિટીના અભ્યાસક્રમો, પ્રવેશ માટે ઓલ ઇન્ડિયા લેવલની JEE(M)ના જે તે વર્ષના સ્કોરને આધરે કોમન પ્રવેશ મળે છે.

ધોરણ 12 પછી મેડિકલ ક્ષેત્રના કોર્ષ

 • MBBS: બેચલર ઓફ મેડિ સીન એન્ડ સર્જરી
 • BDS : બેચલર ઓફ ડેન્ટલ સર્જરી
 • BAMS : બેચલર ઓફ આર્યુર્વેદિ ક મેડિ સીનએન્ડ સર્જરી
 • BHMS : બેચલર ઓફ હોમિ યોપેથીકમેડિ સીન એન્ડ સર્જરી

ફાર્મસી અભ્યાસક્રમો

 • બેચલર ઓફ ફાર્મસી (B.Pharm)
 • ડિપ્લોમાઇન ફાર્મસી (D.Pharm)

12 સાયન્સ પછી શું ?

 • B.Sc.(ઓનર્સ) એગ્રીકલ્ચર
 • B.Sc.(ઓનર્સ) હોર્ટીકલ્ચર
 • B.Sc.(ઓનર્સ) ફોરેસ્ટ્રી
 • B.Sc.(ઓનર્સ) હોમ સાયન્સ
 • B.Sc. ફિશરિશ સાયન્સ
 • B.Sc. ફૂડ ક્વાલિટી ઈન્સ્યોરન્સ
 • B.Sc. બાયો કેમેસ્ટ્રી
 • B.Sc. માઈક્રો બાયોલોજી
Scroll to Top