અતિવૃષ્ટિને કારણે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. સરકારે શરૃઆતમાં આ નુકસાન પ્રત્યે આંખ આડા કાન કર્યા હતા. પરંતુ હવે એ નુકસાની માટે મદદની જાહેરાત કરી છે. એ મદદની શરૃતો જોકે ખેડૂતોને લાભ કરવાને બદલે નુકસાન કરનારી છે.
કેટલી સહાય આપવામાં આવશે?
રાજ્યમાં ખેડૂતોને પાકમાં થયેલા નુકસાનનું વળતર મળશે. સરકારે ખેડૂતો માટે 531 કરોડ રૂપિયાનું સહાય પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજમાં 5 લાખ ખેડૂતોને 7.65 લાખ હેક્ટર વિસ્તારમાં નુકસાનીનું વળત આપવામાં આવશે. હાલમાં ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે સર્વે પૂર્ણ થયા બાદ હવે સહાય પેકેજ આપવાની કામગીરી શરૂ કરાશે. હેક્ટર દીઠ 6,800 રૂપિયાની સહાય મળશે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, 9 જિલ્લા માટે 531 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. તમામને SDRFના નિયમ પ્રમાણે સહાય અપાશે. સહાય મેળવવા માટે 6થી 24 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે. ઓનલાઈન અરજીનો ખર્ચ પણ સરકાર ભોગવશે.બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે. બનાસકાંઠા, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, છોટાઉદેપુર, પંચમહાલ, અમરેલી, ભરૂચ, વડોદરાના ખેડૂતોને સરકાર સહાય આપશે.
આ પણ વાંચો : ગુજરાતના નવા નકશા ઓનલાઇન જુઓ |
આ 14 જિલ્લાનાં 2554 ગામના ખેડૂતોને મળશે સહાય
વક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી ભાજપા સરકારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યમાં થયેલ ભારે વરસાદને પરિણામે ફેઝ-2 હેઠળ રાજ્યના 9 જિલ્લાઓમાં ખેડૂતોને થયેલ પાક નુકશાની સંદર્ભે રૂ.531 કરોડનું માતબર કૃષિ રાહત પેકેજ આજે જાહેર કર્યું છે. પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે, અગાઉ રાજ્ય સરકારે પ્રથમ તબક્કામાં રાહત પેકેજ જાહેર કર્યુ હતું ત્યારબાદ કૃષિમંત્રી રાઘવજી પટેલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ અન્ય જિલ્લાના ખેડૂતોની માંગણી આવતાં એ માટે સર્વેની કામગીરી હાથ ધરાઇ હતી. સર્વે પૂર્ણ થયા બાદ રાજ્યના 9 જિલ્લાના 39 તાલુકાના 1530 ગામના પાંચ લાખથી વધુ ખેડૂતોને આ પેકેજ હેઠળ આવરી લઇ એસડીઆરએફના ધોરણ મુજબ સહાય ચૂકવાશે. રાજ્યના અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલ અને વડોદરા જિલ્લાના ખેડૂતોને આ પેકેજ અંતર્ગત આવરી લેવાયા છે.
કેળના પાક માટે હેક્ટરદીઠ રૂ.30 હજારની સહાય
રાઘવજી પટેલે જણાવ્યું હતું કે આ સહાય પેકેજ અંતર્ગત એવું નિર્ધારિત કરવામાં આવ્યું છે કે 33 ટકા અને એનાથી વધુ પાક નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને ખેતી પાકો માટે (કેળ સિવાયના) હેક્ટરદીઠ રૂ. 6800 સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં SDRF તેમજ સ્ટેટ બજેટમાંથી આપવામાં આવશે. જ્યારે કેળના પાકને થયેલા નુકસાન માટે કુલ રૂ. 30,000ની હેક્ટરદીઠ સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં (SDRF બજેટમાંથી રૂ.13500 પ્રતિ હેક્ટર ઉપરાંત રાજ્ય બજેટમાંથી વધારાની સહાય તરીકે રૂ.16500 પ્રતિ હેકટર) આપવાની જોગવાઈ આ પેકેજમાં કરવામાં આવેલી છે.
અરજી કઈ રીતે કરાવી?
પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજીપત્રકના નમૂનામાં ગામ નમૂના નં.8-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. 7-12, આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય એ અંગેનો અન્ય ખાતેદારોની સહીવાળો “ના- વાંધા અંગેનો સંમતિપત્ર” વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને નિયત નમૂનામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ફી ચુકવણી કે ખર્ચ કરવાનો રહેશે નહીં એ માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે, એમ પણ કૃષિમંત્રીએ આ સહાય પેકેજની વિગતો આપતાં જણાવ્યું હતું.

સહાય મળવા પાત્ર ગામોનું લીસ્ટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |