તાડપત્રી સહાય યોજના 2023 | Mafat Tadpatri Sahay Yojana Gujarat | આ યોજના અંતર્ગત મળશે મફત તાડપત્રી

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ તમામ યોજનાઓ ikhedut portal ઓનલાઈન ફોર્મ સ્વીકારવમાં આવે છે. આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોની Online Arji ઓ થાય છે. જેમાં આર્ટિકલ દ્વારા ખેતીવાડીની યોજનાની “તાડપત્રી સહાય યોજના” વિશે વાત કરીશું”. તાડપત્રી યોજનાનો કેટલી સહાય મળે, કેવી રીતે સહાય મળે તથા Tadpatri Sahay Yojana નો લાભ લેવા માટે કયા-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ તેની વિગતવાર માહિતી મેળવીશું.

તાડપત્રી સહાય યોજના હાઇલાઇટસ

યોજના નું નામ તાડપત્રી સહાય યોજના
યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને સબસીડી દ્વારા સાધન સહાય
લાભાર્થી ગુજરાતના ખેડૂતો
સહાયની રકમ 50% અને 75 % અથવા રૂ.1250- અથવા રૂ.રૂ.1875/- બે માંથી ઓછું
માન્ય વેબસાઈટ@ ikhedut.gujarat.gov.in
તાડપત્રી સહાય યોજના

તાડપત્રી સહાય યોજના લાભાર્થી ની યોગ્યતા

 • લાભાર્થી ખેડૂત હોવો જોઈએ.
 • લાભાર્થી ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત હોવો જોઈએ.
 • અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
 • જંગલીય વિસ્તારના ખેડૂતો ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
 • Ikhedut Tadpatri Yojana ત્રણ વાર લાભ મળશે.
 • Tadpatri Yojana નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • ખેડૂતોઓએ ikhedut portal ઓનલાઈન અરજી કરવાની રહેશે.

તાડપત્રી સહાય યોજનાનો હેતુ

રાજ્યમાં નાના,સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળી તે ખૂબ જરૂરી છે. ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે.
જેમાં પાકને થ્રેસરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે તાડપત્રીની જરૂર રહે છે. જેથી ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સીધી સહાય મળે તે જરૂરી છે. આવા વિશેષ ઉદ્દેશ માટે તાડપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.

તાડપત્રી સહાય યોજનામાં સહાય ધોરણ

 • અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-14):- આ સ્કીમ અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે
 • સામાન્ય ખેડૂતો માટે(AGR-2):-આ સ્કીમ સામાન્ય જાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 50 % અથવા રૂા.1250/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
 • NFSM (Oilseeds and Oil Palm):આ સ્કીમમાં તાડપત્રીની ખરીદ કિંમતના 50 % અથવા રૂ. 1250/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. ખેડૂત્ના અલગ-અલગ ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ સુધી સહાય મળશે.
 • અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-3) આ સ્કીમ અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે છે. આ યોજના હેઠળ તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
 • અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-4) આ સ્કીમ અનુસુચિત જાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ

તાડપત્રી સહાય યોજના આવેદન માટે જરૂરી દસ્તાવેજો

 • આધારકાર્ડ ની ઝેરોક્ષ
 • I khedut portal
 • રેસનકાર્ડ ની ઝેરોક્ષ
 • અનુસુચિતજાતી અને અનુસુચિત જન જાતિનું સર્ટીફીકેટ
 • જમીન ના 7/૧૨ અને ૮-અ માં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસેદારના સામંતીપત્રક
 • જો આત્માનું રાજીસ્ત્રેસન ધરાવતા હોય તો તેની વિગતો
 • સહકારી મંડળી અને દૂધ ઉદ્પાદક મંડળી ના સભ્ય હોય તો તેની વિગતો
 • બેંક ખાતા ની પાસબૂક ની ઝેરોક્ષ

તાડપત્રી સહાય યોજના 2023 ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

 • ઓનલાઈન અરજી કરવા માટે Google પર I Khedut Portal પર સર્ચ કરો.
 • તે પછી તમે સ્ક્રીન પર I Khedut પોર્ટલની સત્તાવાર વેબસાઇટ જોશો, તેના પર ક્લિક કરો.
 • હવે સત્તાવાર પોર્ટલ I Khedut પર લખેલ “Schemes” પર ક્લિક કરો.
 • અહીં ક્લિક કર્યા પછી, તમે સ્ક્રીન પર “ખેતીવાડી યોજના” લખેલું જોશો.
 • “ખેતીવાડી યોજના” પર ક્લિક કરો અને પછી ક્રમમાં “તાડપત્રી સહાય યોજના” પર “લાગુ કરો” પર ક્લિક કરો.
 • ક્લિક કર્યા પછી, તમારી સામે એક એપ્લિકેશન ફોર્મ ખુલશે, વિનંતી કરેલી માહિતી ભરો અને ફોર્મ સબમિટ કરો.
 • અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો અને તેને જરૂરી દસ્તાવેજો સાથે અરજી ફોર્મ પર આપેલા સરનામે મોકલો.

ઉપયોગી લીંક

સતાવાર સાઈટ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top