Mukhyamantri Pak Sangrah Yojana (મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના) | Godown Yojana Gujarat | Gujarat Infrastructure Scheme | Mukhyamantri Pak Sangrah Yojana in Gujarati | Mukhyamantri Pak Sangrah Yojana Ikhedut Portal | પાક સંગ્રહ સ્ટ્રક્ચર 2023 | ગ્રામીણ ગોડાઉન યોજના | મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના ઠરાવ । Ikhedut Portal Online Registration | પાક સંગ્રહ યોજના । ગોડાઉન સહાય યોજના । Godown Yojana Gujarat । Gujarat Infrastructure Scheme | આઈ ખેડૂત માહિતી
અનુક્રમણિકા
મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના 2023
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના 2023 અમલમાં મૂકવામાં આવેલી છે. ખેડૂતોને સારો એવો પાક થાય પરંતુ તે પાકને સાચવવા માટે જગ્યા ના હોય અને ચોમાસાની ઋતુ માં ભારે વરસાદના કારણે અથવા વાવાઝોડા તેમજ માવઠાના કારણે ખેડૂતો પોતાનો પાક સંગ્રહ કરી શકતા નથી.આથી મુખ્ય મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજનાએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવેલી હતી. આજે હું તમને મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના માટે જરૂરી દસ્તાવેજો, યોજનાનો હેતુ, ઓનલાઇન રજીસ્ટ્રેશન, ડોક્યુમેન્ટ, સહાયના ધોરણો, અરજી કરવાની છેલ્લી તારીખ જેવી વગેરે બાબતો વિશે જણાવીશ.
પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન સહાય યોજના)
યોજનાનું નામ | પાક સંગ્રહ યોજના । ગોડાઉન સહાય યોજના |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
સહાયની | રકમ ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા75,000 રૂપિયા બે માંથી જે ઓછુ હોય તે |
લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતોને |
સતાવાર સાઇટ | https://ikhedut.gujarat.gov.in |
પાક સંગ્રહ ગોડાઉન સહાય યોજનાનો હેતુ
રાજ્યના ખેડૂતો દ્વારા કૃષિ પેદાશોનું સારું એવું ઉત્પાદન મળવા છતાં વાવાઝોડા, કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ સમયે તેમના ઉત્પાદન પર સારી એવી અસર થાય છે, તેમજ ખેડૂતો દ્વારા પોતાનો પાક ચોમાસની સિઝનમાં સંગ્રહ કરવા માટે યોગ્ય વ્યવસ્થા ના હોઈ, ખેડૂતોના પાક માં બગાડ થાય છે, સરકારે આ પરિબળોને ધ્યાનામાં લઈ ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્ર્ક્ચર (ગોડાઉન) બનાવવા ઉપર સબસિડી આપી પાક ગોડાઉન બનાવવા માટે પ્રેરિત કર્યા છે, જેથી ખેડૂતો પોતાની ખેત પેદાશોને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે અને ખેત પેદાશોની ગુણવતા જળવાઈ રહે, જેથી ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થાય. તો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગો છો તો જલ્દીથી તમારી અરજી કરો.
પાક સંગ્રહ ગોડાઉન સહાય યોજના મુખ્ય લાભ
રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને કૃષિ પેદાશોના સારા ઉત્પાદન મળવા છતાં કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટી તેમજ અન્ય પરિબળોથી ઉત્પાદનની ગુણવત્તા પર માઠી અસર થાય છે તેમજ લાંબા સમય સુધી પાક સંગ્રહ માટેની જોઇ યોગ્ય વ્યવસ્થા ન હોવાના લીધે પાકનો બગાડ થાય છે. પાક ઉત્પાદન બચાવવા માટે રાજ્યના ખેડૂતોને ખેત પેદાશોના સંગ્રહની સગવડ મળી રહે તો પાક ઉત્પાદનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે અને ખેડૂતોને સુરક્ષિત પાક સંગ્રહ ગોડાઉન ઉપલબ્ધ થવાથી ખેત પેદાશોની ગુણવત્તા જળવાઇ રહે અને યોગ્ય સમયે વેચાણ કરી શકશે, જેથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય અને જેના પરિણામે ખેતી વધુ નકાકારક બની શકે છે.
ગોડાઉન યોજનાનો લાભ મેળવવા યોગ્યતા
- રાજ્યના અનુસુચિત જાતિ(SC), અનુસૂચિત જન જાતિ(ST) અને આ સિવાયની તમામ જ્ઞાતિઓને આ યોજનાઓને લાભ મળશે.
- ખેડૂત જમીન અથવા વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
- પાક સંગ્રહ યોજના હેઠળ ખેડૂતને ફ્કત એક જ વાર લાભ મળવાપાત્ર થશે. ટૂંકમાં આજીવન એક વખતે મળશે.
- આ ગોડાઉન યોજના માટે ખેડૂત ikhedut portal ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- આજીવન એક વખત ખાતાદીઠ સહાય લઇ શકે છે.
- ન્યુનતમ ૩૩૦ચોરસફૂટ વિસ્તારનું સ્ટ્રકચર બનાવવાનું રહે છે અને ઠરાવમાં દર્શાવ્યા મુજબના પાક સંગ્રહ સ્ટ્રક્ચરના સ્પેશીફીકેશન મુજબ તૈયાર કરવાનું રહે છે. સહાયની વિગતો ઠરાવને આધિન રહે છે.
ગોડાઉન સહાય યોજના મુખ્ય શરતો
- ખેડૂતોએ ઓછામાં ઓછી 330 ચોરસ ફૂટમાં ગોડાઉન બનાવવાનું રહેશે.
- આ યોજનાનો લાભ લેવા માટે ગોડાઉન(Godown)ની છતની મધ્યમાં ઉંચાઈ 12 ફૂટ રાખવાની રહેશે તથા ઓછામાં ઓછો પાયો જમીનથી 2 ફૂટ ઉંડાઈ વધુ રાખવાની રહેશે.
- ખેડૂતે જમીનથી ઓછામાં ઓછી 2 ફૂટ ઉંચાઈ(Height)એ પ્લીન્થ બનાવવાની રહેશે. પરંતુ ભૌગોલિક અથવા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોભની ઊંચાઈ ઓછામાં ઓછી 10 ફૂટથી ઓછી નહિં હોય તેને માન્ય રાખવીની રહેશે. તેનાથી ઓછી ઊંચાઈવાળું ગોડાઉન સહાય અથવા સબસીડી માટે માન્ય ગણાશે નહીં.
- ગોડાઉનનું પ્લીન્થ સુધી તેમજ ફરતી દિવાલોમાં ચણતર કામ કરવાનું રહેશે અને ફ્લોરીંગ PCC પાકું કરવાનું રહેશે.
- પાક સંગ્રહ માટે ગોડાઉનના કોરુગેટેડ ગેલ્વેનાઈઝ શીટથી કે સિમેન્ટના પતરાથી બનાવવાના રહેશે.
- આ યોજના અન્વયે 300 ચોરસ ફૂટથી નાનું બાંધકામ સહાય કે સબસીડી માટે માન્ય રહેશે નહિં.
- લાભાર્થી ખેડૂત ઓછામાં ઓછું સ્પેશીફિકેશન કરતાં વધારે મોટું ગોડાઉન સ્વ-ખર્ચે બાંધી શકશે.
લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજ
- લાભાર્થીનું આધારકાર્ડની નકલ
- ikhedut portal 7 12
- લાભાર્થીનું રેશનકાર્ડની નકલ
- જો ખેડૂત હોય તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- વિકલાંગ ખાતેદારો માટે વિકલાં હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- જમીનના 7/12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદાર સંમતિપત્રક
- જંગલ વિસ્તાર માટે વન અધિકાર પત્રની નકલ (લાગુ પડતું હોય તો)
અરજી કેવી રીતે કરવી ?
- સૌપ્રથમ Google Search માં “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Google Search માં જે પરિણામ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- આઈ ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર-1 પર “ખેતીવાડી ની યોજના” ખોલવું.
- “ખેતીવાડી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં સરકારી અન્ય યોજના, ખેડૂત યોજના બતાવશે.
- જેમાં “પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)” માં “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
- ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
- જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ ikhedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતે મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
ઉપયોગી લીંક
સતાવાર સાઈટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |