વૃદ્ધ પેન્શન યોજના 2023 । આ યોજના અંતર્ગત વૃદ્ધ વ્યક્તિઓને દર મહીને 1000 ની સહાય

Niradhar Vrudh Sahay yojana (નિરાધાર વૃદ્ધ સહાય યોજના) | નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના | Niradhar vrudh sahay yojana gujarat form | Vrudh Pensan Yojana Gujarat 2023 | sje.gujarat.gov.in 2023 | E-Samaj Kalyan | niradhar pension yojana gujarat

આજે આપણે જાણીશું વૃદ્ધ પેન્શન યોજના વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? કોણ કોણ આ સહાય માટે અરજી કરી શકે? વગેરે વિષે જાણીશું.

નિરાધાર વૃદ્ધ સહાય યોજના 2023

યોજનાનું નામ નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોના સહાય યોજના
રાજ્ય ગુજરાત
લાભાર્થી દિવ્યાંગ અરજદારની ઉંમર ૪૫ વર્ષ કે તેનાથી વધુ હોવી જોઈએ અથવા દિવ્યાંગતા ૭૫% થી વધુ ધરાવતી હોવી જોઈએ
મળવાપાત્ર સહાય 750/- થી 1000/- રૂપિયા
ઓફીસીઅલ વેબસાઈટhttps://sje.gujarat.gov.in/

નિરાધાર વૃધ્ધ સહાય યોજના આવક મર્યાદા

આ યોજનાનો લાભ લેવા માટે જે અરજી કરનાર વ્યક્તિ ની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે દોઢ લાખ રૂપિયા (1,50,000 RS/-) અને જો ગ્રામ્ય વિસ્તારમાં અરજી કરનાર વ્યક્તિ રહેતો હોય તો તેમણે એક લાખ વીસ રૂપિયા (1,20,000/-) થી વધુ ન હોવી જોઈએ જો વધુ હોય તો તે આ યોજના માટે અરજી કરી શકતો નથી.

યોજનાનો લાભ માટે યોગ્યતા

  • અરજદાર લાભાર્થીની ઉંમર ૬૦ (60) વર્ષથી કે તેથી વધુ હોવી જોઈએ.
  • અરજદારને 21 વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ.
  • દિવ્યાંગ અરજદારની ઉંમર 45 વર્ષથી વધુ અને દિવ્યાંગતા 75 %થી વધુ હોવી જોઈએ.
  • લાભાર્થીનો જો પુત્ર 21 વર્ષ (પુખ્તવય) નો હોય પણ માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી જેવી ગંભીર માંદગીથી પીડાતો હોય તો નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થાય.
  • લાભાર્થી ઓછામાં ઓછા 10 (દસ) વર્ષથી વધુ ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ.

ASD યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  • Vrudh Sahay Yojana Gujarat હેઠળ લાભાર્થીની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ ઉંમર હોય તો માસિક રૂપિયા 750 (સાતસો પચાસ) DBT (Direct Benefit Transfer) દ્વારા લાભાર્થીને સીધા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે.
  • Viklang pension yojana(ASD) એટલે નિરાધાર અપંગોના નિભાવ માટેની આ યોજના છે. આ યોજના હેઠળ દિવ્યાંગ લાભાર્થીની ઉંમર 45 થી વર્ષથી વધુ અને દિવ્યાંગતા 75% થી વધુ હોય તો દર મહિને 750/- પેંશન સહાય પેટે આપવામાં

ASD યોજના માટેના ડોક્યમેન્‍ટ

  • લાભાર્થીનો ઉંમર અંગેનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર-LC, જન્મનો દાખલો, મેડિકલ સર્ટિફિકેટ પૈકી કોઈપણ એક)
  • આવક અંગેનું પ્રમાણપત્ર (Income Certificate)
  • ગુજરાતમાં વસવાટ અંગેનું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ/વીજળી બિલ/આધારકાર્ડ/ચૂંટણીકાર્ડ પૈકી કોઈપણ એક)
  • આધારકાર્ડ(Aadhar card)
  • લાભાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (સિવિલ સર્જનનું સર્ટિફિકેટ)
  • 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય, પરંતુ જો શારીરિક રીતે અપંગ હોય તો અપંગતાની ટકાવારી દર્શાવતું અસ્થિત વિષયક નિષ્ણાંત તબીબનું/TB કેન્‍સરથી પીડાતા હોય તો સિવિલ સર્જનનું પ્રમાણપત્ર અરજી સાથે રજૂ કરવું.
  • 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર ન હોય તેનું પ્રમાણપત્ર
  • બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ

ઉપયોગી ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • આવક અંગેનો દાખલો (ઉપર મુજબ આવક હોવી જોઈએ)
  • પાસપોર્ટ સાઇઝ ના 2 ફોટા
  • જન્મ પ્રમાણત્ર (જન્મ તારીખ નો દાખલો)
  • રેશન કાર્ડની નકલ
  • બેંક અથવા પોસ્ટ પાસબુક
  • મોબાઈલ નંબર
  • 21વર્ષનો પુત્ર નથી તેનું પ્રમાણપત્ર ( તલાટી કમ મંત્રી)
  • દર વર્ષે હયાતીનુ પ્રમાણપત્ર રજુકરવાનુંરહેશે.

યોજનાની અરજી ક્યાં કરવી?

  • ગુજરાત સરકાર દ્વારા Vrudh Pensan Yojana અન્‍વયે ઓનલાઈન અરજીઓ બાબતેની કામગીરી ગ્રામપંચાયત ખાતે Digital Gujarat Portal પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે જે ઓનલાઈન સેન્ટર પર થતી હોય છે.
  • ગ્રામપંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી અથવા CSC સેન્ટર પરથી ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat login) પર ઓનલાઈન ફોર્મ ભરી અરજી કરવાની હોય છે.
  • સૌપ્રથમ Vrudh Pensan Yojana ફોર્મ ની જેરોક્ષ મેળવીને અરજી ગ્રામ પંચાયતના VCE ને આપવાનું રહેશે ત્યાર પછી VCE દ્વારા Digital Gujarat Portal પર ઓનલાઈન ફોર્મ ભરી એન્ટ્રી કરવામાં આવશે.
  • તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતેથી કોમ્પ્યુટર ઓપરેટર મારફતે ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat Portal) પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને ત્યાં ચકાસણી થશે.

ઉપયોગી લીંક

સતાવાર સાઈટ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top