Pandit Dindayal Awas Yojana 2024 | પંડિત દીનદયાળ આવાસ યોજના 2024

પંડિત દિન દયાળ આવાસ યોજના 2024: સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આવાસ મેળવવામાં મદદ કરવા માટે પંડિત દિન દયાળ આવાસ યોજના શરૂ કરી. આ યોજના જરૂરીયાતમંદોને ઘર આપે છે. પંડિત દિન દયાળ આવાસ યોજના બેઘર ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારોને ઘર આપવાનો છે. સરકાર આ લક્ષ્યને હાંસલ કરવા માટે સખત મહેનત કરી રહી છે.

દીન દયાલ આવાસ યોજના 2016 માં શરૂ થઈ હતી અને ત્યારથી તે સફળ રહી છે. આ યોજના હેઠળ, સરકાર 5 થી 15 એકર જમીન પર એફોર્ડેબલ હાઉસિંગ કોલોની વિકસાવશે, જ્યાં ગરીબ પરિવારોને ખૂબ જ ઓછી કિંમતે મકાનો વેચવામાં આવશે. ચાલો આપણે દીન દયાલ જન આવાસ યોજના 2024 વિશે વધુ જાણીએ.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2024

સરકારી યોજનાનું નામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2024
મળવાપાત્ર સહાયની રાશિ રૂ. 1,20,000/-
યોજના પ્રસિદ્ધ કરનાર ઇ-સમાજ કલ્યાણ ગુજરાત સરકાર
લાભાર્થી ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC) અને વિચરતી વિમુકત જ્ઞાતિઓના પાત્રતા નાગરિકોને
અધિકૃત વેબસાઇટ @esamajkalyan.gujarat.gov.in

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય 2024

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના આર્થિક રીતે પછાત અને ગરીબ પરિવારો, આદિવાસી જાતિઓ લોકો, વિમુક્ત અને વિચરતી જાતિઓના લોકો, પછાત વર્ગના લોકો તથા અનુસૂચિત જનજાતિના લોકો માટે પોતાનું નવું મકાન/ઘર બનાવવા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેથી ગુજરાત રાજ્યના આર્થિક રીતે પછાત અને ગરીબ પરિવારોને પોતાનું નવું મકાન મળી શકે.

Pandit Din Dayal Upadhyay Awas Yojana 2024 મળવાપાત્ર સહાય

Pandit Din Dayal Upadhyay Awas Yojana 2024 પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના દરમ્યાન રૂ.1,20,000ની મકાન સહાય માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. આ માટે તમામ માન્ય લાભાર્થીઓની યાદી ગાંધીનગર ખાતે મોકલાય છે તેમાં વિધવા તેમજ અતિઆવશ્યક જરૂરીયાત તેવા લોકોને અગ્રિમતા આપ્યા બાદ તમામ લક્ષ્યાંક પ્રમાણે ડ્રો કરાશે તેમાં અરજી પાસ થયેલ લાભાર્થીને પહેલો રૂ.40,000 હપ્તો, બીજો હપ્તો રૂ.60,000 અભરાઇ લેવલે મકાન આવે ત્યારે મળવા પાત્ર છે. અને ત્રીજો અંતિમ હપ્તો રૂ. 20,000 રૂપિયાનો આપવામાં આવશે.

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજો

 • અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો
 • અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)
 • આવકનો દાખલો
 • અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
 • કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
 • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે ) અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી BPLનો દાખલો

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના યોગ્યતા

 • આ યોજનામાં અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
 • આ યોજનામાં અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને ગરીબ પરિવાર, વિચરતી/વિમુકત જનજાતિમાં સમાવેશ થતો હોવો જોઈએ.
 • આ યોજનામાં અરજી કરનાર વ્યક્તિ કે પરિવાર પાસે પોતાનું કાચું મકાન હોવું આવશ્યક છે.
 • આ યોજનામાં અરજી કરનાર વ્યક્તિ કે પરિવારએ ગુજરાત સરકારના અન્ય કોઈ ખાતામાંથી અન્ય યોજનાનો લાભ મેળવેલ ન હોવો જોઈએ.
 • આ યોજનામાં અરજી કરનાર પરિવારમાં કોઈ અન્ય વ્યક્તિ પાસે પાકું મકાન કે પ્લોટ ન હોવો જોઈએ. જો પાકું મકાન કે પ્લોટ હોય તો તેવા વ્યક્તિ કે પરિવાર આ યોજનામાં અરજી કરવા પાત્ર ગણાશે નહીં.
 • આ યોજનામાં અરજી કરનાર જો ગ્રામ્ય (રુરલ) વિસ્તારનો હોય, તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 20 હજારથી વધુ ન હોવી જોઇએ.જો આવક તેના કરતાં વધુ હસે તો તેના આ યોજનામાં અરજી કરવા પાત્ર ગણાશે નહીં.
 • જો યોજનામાં અરજી કરનાર શહેરી (સિટી) વિસ્તારનો હોય તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 50 હજારથી વધુ ન હોવી જોઈએ. જો આવક તેના કરતાં વધુ હસે તો તેના આ યોજનામાં અરજી કરવા પાત્ર ગણાશે નહીં.
 • આ યોજનામાં અરજી કરવા માંગતા પરિવારમાં કોઈ પણ વ્યક્તિ સરકારી અધિકારી ન હોવો જોઈએ.
 • જો બી.પી.એલ (BPL Card) કાર્ડ ધારક હોય તેમને આ યોજનામાં પ્રાધાન્ય આપવામાં આવે છે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

પ્રથમ પગલું : સૌપ્રથમ તમારે ઈ-સમાજ કલ્યાણની વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in ઉપર જવાનું રહેશે. ત્યાર બાદ તમારે તે વેબસાઈટમાં લોગીન કરવાનું રહેશે (યુઝર આઇડી તથા પાસવર્ડના આધારે લોગીન કરવું).

નોંધ : જો તમે પહેલેથી ઇ-સમાજ કલ્યાણની વેબસાઈટ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલું નથી તો તમારે પહેલા વેબસાઇટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા રજીસ્ટ્રેશન કરતી વખતે તમને જે યુઝર આઈડી અને પાસવર્ડ આપવામાં આવે તે યાદ રાખો કાતો ક્યાંય નોધી લો, કેમ કે ઇ-સમાજ કલ્યાણની વેબસાઈટ પર લોગીન કરતી વખતે યુઝર આઇડી તથા પાસવર્ડની જરૂર પડે છે

દ્વિતીય પગલું : ઈ-સમાજ કલ્યાણની વેબસાઈટ લોગીન કર્યા પછી તમારે નિયામક જાતિ વિકાસ કલ્યાણના મેનૂમાં પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે.

ત્યારબાદ તમારે પ્રથમ હપ્તા માટે અરજી કરો તેમાં ક્લિક કરવાનું રહેશે.

તૃતીય પગલું : ત્યારબાદ તમારે તમારી વ્યક્તિગત વિગત ભરવાનું પેજ જોવા મળશે. આ પેજમાં તમારે તમારી બધી વ્યકિતગત માહિતી ભરવાની રહેશે જેમ કે પાસપોર્ટ સાઈડનો ફોટો અપલોડ કરવો, અટક સાથેનું નામ લખવું, મોબાઈલ નંબર, તમારુ સરનામું, તમારી વાર્ષિક આવક કેટલી છે, તમે ક્યાં વ્યવસાય સાથે જોડાયેલા છો, કુટુંબના સભ્યોની સંખ્યા કેટલી છે, બેન્ક એકાઉન્ટ નંબર વગેરે વગેરે વિગતોનો સમાવેશ થાય છે.આ માહિતી સંપુર્ણ સાચી અને પૂરી ભરાઈ ગયા પછી તમારે Save And Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

ચતુર્થ પગલું : તૃતીય પગલું પૂર્ણ કર્યા બાદ હવે નવું પેજ ખુલશે જેમાં તમારા બેંક પાસબુક પ્રથમ પેજનો ફોટો, આવકનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર વગેરે જેવા ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. અપલોડ કરવાના બધા જ ડોક્યુમેન્ટની સાઈઝ 1MB થી ઓછી હોવી જરૂરી છે. ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી તમારે Save And Next બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ફરીથી એક નવું પેજ ખુલશે જેમાં તમારે શરતો અને નિયમો વાંચ્યા છે. પછી ત્યાં આપેલાં ચેકબોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે જેમાં લખેલું હશે ઉપર આપેલી બધા જ નિયમો અને શરતો થી હું સહમત છું. પછી તમારે Save Application બટન પર ક્લિક કરવાનું રહેશે.

ઉપયોગી લીંક

અરજી ફોર્મ અહી ક્લિક કરો
અધિકૃત વેબસાઈટઅહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો