કિસાનોને આર્થિક મદદ કરવાના ઉદ્દેશથી સંચાલિત કરવામાં આવી રહેલી પીએમ સન્માન નિધિનો 14મો હપ્તો આજે એટલે કે 27 જુલાઈના રોજ લાભાર્થી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. પીએમ મોદીએ રાજસ્થાનના સીકરમાં પીએમ કિસાન યોજનાના સભ્યો માટે 18000 કરોડની રકમ ડીબીટીના માધ્યમથી જારી કરી છે. લાભાર્થી કિસાન પોતાને હપ્તો પહોંચ્યો છે કે કેમ તેની ઓનલાઈન સ્ટેટસ ચેક કરીને માહિતી મેળવી શકે છે.પીએમ કિસાન યોજનાના સભ્યો માટે 14મા હપ્તાના રુપમાં 18000 કરોડની રકમ ડિબીટી માધ્યમથી જારી કરવામાં આવી છે. લાભાર્થી ખેડૂતોને હપ્તો પહોંચ્યાનું સ્ટેટસ તેઓ ઓનલાઈન ચેક કરી શકે છે.
અનુક્રમણિકા
PM કિસાન યોજનાનો 14મો હપ્તો માહિતી
યોજનાનું નામ
પીએમ કિસાન સન્માન નિધિ યોજના
યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી
કેન્દ્ર સરકાર દ્વારા
મંત્રાલય
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
લાભાર્થી
દેશના તમામ નાના અને સીમાંત ખેડૂતો
વેબસાઇટ
pmkisan.gov.in
પીએમ કિસાન સન્માન નિધિ યોજના
પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ જુઓ આ રીતે
સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
અહીં ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે.
અહીં PMKSNY લાભાર્થી યાદીનો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
વિનંતી કરેલી બધી માહિતી ભર્યા પછી, ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને આમ કર્યા પછી, તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સૂચિ તમારી સામે ખુલશે.
આ યાદી જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં.
આ રીતે ચેક કરો તમારા ખાતામાં હપ્તો આવ્યો કે નહીં
પહેલા પીએમ કિસાન (PM Kisan)ની ઑફિશિયલ વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જાઓ.
અહીં તમને રાઇટ સાઇડ પર ‘Farmers Corner’નો વિકલ્પ મળશે.
અહીં ‘Beneficiary Status’ ના ઓપ્શન પર ક્લિક કરો. અહીં નવુ પેજ ખુલશે.
નવા પેજ પર આધાર નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અથવા મોબાઇલ નંબરમાંથી કોઇ એક વિકલ્પને પસંદ કરો. ત્રણ નંબરો દ્વારા તમે ચેક કરી શકો છો કે તમારા એકાઉન્ટમાં પૈસા આવ્યા કે નહી.
તમે જે વિકલ્પ પસંદ કર્યો છે તેનો નંબર ભરો. તે બાદ ‘Get Data’ પર ક્લિક કરો.
અહીં ક્લિક કર્યા બાદ તમને તમામ ટ્રાન્જેક્શનની જાણકારી મળી જશે. એટલે કે કયો હપ્તો ક્યારે તમારા ખાતામાં આવ્યો અને કયા બેન્ક એકાઉન્ટમાં ક્રેડિટ થયો.
કેવી રીતે પીએમ કિસાન ની અરજી નું સ્ટેટસ જુઓ આ રીતે
જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે નવી અરજી કરી છે તો તમે તમારા પીએમ કિસાન લાભાર્થીની સ્થિતિ અહીં ચકાસી શકો છો.
સૌપ્રથમ google સર્ચમાં જઈ અને પીએમ કિસાન યોજના નોંધણી માટેની વેબસાઈટ pmkisan.gov.in સર્ચ કરો
વેબસાઈટ નું હોમ પેજ ખુલશે ત્યાં ફાર્મર કોર્નરની
પહેલી લાઈનમાં status of self registered former ઉપર ક્લિક કરો
ક્લિક કર્યા પછી તમારી સામે એક પેજ ખુલશે જ્યાં તમે તમારો આધાર નંબર અને ઇમેજ વેરિફિકેશન કોડ નાખવાનો આવશે તે નાખ્યા બાદ સર્ચ બટન પર ક્લિક કરો
ત્યારબાદ તમારી પીએમ કિસાન લાભાર્થીની સ્થિતી તમારી સામે દેખાશે આમાં તમારી નોંધણીની સંપૂર્ણ વિગતો આવશે આ સાથે તમારી અરજી ક્યાં પેન્ડિંગ છે અને જો અરજી રિજેક્ટ થઈ હશે તો રિઝલ્ટ નું કારણ પણ લખેલું હશે