ભારત સરકાર દ્વારા દેશના નાગરિકોને જીવન રક્ષણ પૂરું પાડવા પ્રયત્નશીલ છે. દેશમાં ઘણી બધી વીમા યોજનાઓ અમલી છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, ખેડૂત અકસ્માત વીમા યોજના, વિદ્યાદીપ વીમા યોજના વગેરે યોજનાઓ અમલી છે. દેશના 18 વર્ષથી 5૦ વર્ષની ઉંમરના લોકો માટે “પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના” અમલમાં બનાવવામાં આવી છે. તો ચાલો આજે આપણે PMJJBY વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ.
અનુક્રમણિકા
પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના
યોજનાનું નામ | પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના |
કોના દ્વારા શરૂ કરવામાં આવી | કેન્દ્ર સરકાર દ્વારા |
યોજનાનો હેતુ | ગરીબ લોકો ને વીમો પ્રદાન કરવાનો |
લાભાર્થી | ભારત દેશ ના નાગરિક |
સત્તાવાર વેબસાઇટ | https://www.jansuraksha.gov.in/ |
PMJJBY યોજનાનો લાભ કોણે મળવાપાત્ર છે ?
- 18 વર્ષથી 50 વર્ષની ઉંમરના લોકોને આ યોજનાનો લાભ મળશે.
- વ્યક્તિને અન્ય બેંકોમાં ખાતા હોય તો પણ કોઈપણ એક બેંકમાં આ યોજનાનો લાભ મળશે.
- બેંક ખાતા સાથે આધારકાર્ડ લિંક કરાવેલ હોવું જોઈએ.
- લાભાર્થીએ 31 May સુધીમાં ફરજિયાત રૂ.૩૩૦ પ્રીમિયમ ભરેલું હોવું જોઈએ અને ચકાસણી અર્થે બેંક પાસબુકમાં એન્ટ્રી કરાવેલ હોવી જોઈએ.
- આ યોજના Auto-Debit હોવાથી બેંકમાં પ્રીમિયમ માટે મિનિમમ બેલેન્સ હોવું ફરજિયાત છે.
પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બીમા યોજના માહિતી
PMJJBY અને PMSBY અંતર્ગત લોકોને ઓછા ખર્ચે જીવન/અકસ્માત વીમા કવચ મેળવવાની સુલભતા આપવામાં આવે છે જ્યારે, APY અંતર્ગત લોકોને હાલમાં બચત કરવાનો અવસર આપવામાં આવે છે જેથી તેઓ પોતાની પાછલી ઉંમર એક નિશ્ચિત રકમનું પેન્શન મેળવી શકે.
આ યોજનાની 7મી વર્ષગાંઠની ઉજવણી કરતા કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતરમને કહ્યું હતું કે, “આદરણીય પ્રધાનમંત્રી દ્વારા 15 ઑગસ્ટ 2014ના રોજ જાહેર કરવામાં આવેલા આર્થિક સમાવેશીતા માટેના રાષ્ટ્રીય મિશન હેઠળ મુખ્ય હેતુઓ પૈકી એક હેતુ વીમા અને પેન્શનના કવરેજનું વિસ્તરણ કરવાનો પણ હતો જેથી સમાજના ગરીબ અને હાંસિયામાં ધકેલાઇ ગયેલા વર્ગને પણ તેમાં સમાવી શકાય કારણ કે આ વર્ગોને પરવડે તેવી પ્રોડક્ટ્સ દ્વારા આર્થિક સુરક્ષા પૂરી પાડવાની ખૂબ જ જરૂર છે.”
જીવન જ્યોતિ વીમા યોજનાના મુખ્ય મુદ્દા
- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ખરીદવા માટે તમારે કોઈપણ પ્રકારની તબીબી તપાસ કરાવવાની જરૂર નથી.
- PM જીવન જ્યોતિ વીમા યોજના ખરીદવા માટે, તમારી લઘુત્તમ ઉંમર 18 વર્ષથી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- PMJJBY ની પાકતી ઉંમર 55 વર્ષ છે.
- આ પ્લાન દર વર્ષે રિન્યુ કરવાનો રહેશે.
- આ યોજના હેઠળ વીમાની રકમ ₹ 200000 છે.
- PMJJBY ની નોંધણીનો સમયગાળો 1 જૂનથી 31 મે સુધીનો છે.
- અરજી કર્યા પછી 45 દિવસ સુધી દાવો કરી શકાતો નથી. તમે 45 દિવસ પછી જ દાવો દાખલ કરી શકો છો.
PMJJBY યોજના ની પાત્રતા
- આ યોજના હેઠળ પોલિસી લેનારા નાગરિકોની ઉંમર માત્ર 18 થી 50 વર્ષની હોવી જોઈએ.
- આ ટ્રામ પ્લાન હેઠળ, પોલિસી ધારકે પ્રતિ વર્ષ 436 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે.
- આ યોજના હેઠળ પોલિસીધારક માટે બેંક ખાતું હોવું ફરજિયાત છે.કારણ કે સરકાર દ્વારા આપવામાં આવેલી રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
- ગ્રાહકે દર વર્ષે 31મી મેના રોજ અથવા તે પહેલાં ઓટો ડેબિટ સમયે બેંક ખાતામાં જરૂરી બેલેન્સ જાળવવાનું રહેશે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના દસ્તાવેજો
- અરજદારનું આધાર કાર્ડ
- ઓળખપત્ર
- બેંક ખાતાની પાસબુક
- મોબાઇલ નંબર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ફોર્મ ડાઉનલોડ કેવી રીતે કરવું
- સૌ પ્રથમ તમારે PMJJBY ની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. https://jansuraksha.gov.in
- હવે તમારી સામે હોમ પેજ ખુલશે.
- હોમ પેજ પર તમારે ફોર્મના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે.
- આ પેજ પર તમારે PMJJBYના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારી સ્ક્રીન પર નીચેના વિકલ્પો ખુલશે.
- Application Forms (અરજી ફોર્મ)
- Claim Form (ક્લેમ ફોર્મ)
- તમારે તમારી જરૂરિયાત મુજબ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- તે પછી તમારે ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
- આ રીતે તમે ફોર્મ ડાઉનલોડ કરી શકશો.
ઉપયોગી લીંક
સતાવાર સાઈટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |