આજના સમય માં આધાર કાર્ડ એ ખુબજ અગત્યનો અને મહત્વપૂર્ણ દસ્તાવેજ છે દરેક વ્યક્તિ માટે. અને તેના વિના ઘણા કામ અટકી પડી શકે છે અને કશું કામ થઇ શકતું નથી. આધાર કાર્ડ ઘણી બધી જગ્યા એ અગત્યનું છે જેમકે કોઈ પ્રૂફ માટે, બર્થ પ્રૂફ તરીકે પણ માન્ય છે. પોસ્ટ ઓફીસ થી લઇ પાસપોર્ટ સુધી દરેક કામ માં આધાર કાર્ડની જરૂર પડે છે.. આધાર કાર્ડનો ઉપયોગ હવે IDના રૂપમાં પણ થવા લાગ્યો છે. એવામાં જરૂરી છે કે તમારી પાસે દરેક સમયે આધાર કાર્ડ હોય. મોટાભાગના લોકોની પાસે જે આધાર કાર્ડ છે તે કાગળના ટુકડા પર એક કલર પ્રિન્ટ આઉટ જ હોય છે. જોકે તમે ઈચ્છો તો ATMની જેમ જોવા મળતા આધાર કાર્ડ માટે એપ્લાય કરી શકો છો.
Table of Contents
PVC આધાર કાર્ડ હાઇલાઇટ્સ
પોસ્ટ નું નામ | PVC આધાર કાર્ડ |
વર્ષ | 2023 |
ભાષા | ગુજરાતી |
સત્તાવાર વેબસાઇટ | https://uidai.gov.in |
આધાર જારી કરતી સંસ્થા | UIDAI |
પીવીસી કાર્ડ ના ફાયદા
આ આધાર કાર્ડ ક્વોલિટીમાં સારું હોય છે અને તેને સરળતાથી પર્સમાં રાખી શકાય છે. આધાર પીવીસી કાર્ડમાં હોલોગ્રામ, Guilloche પેટર્ન, Ghost Image અને માઈક્રો ટેક્સ્ટ જેવા સિક્યોરિટી ફીચર્સ પણ હોય છે. તેમાં ક્યૂઆર કોડ દ્વારા તરત ઓફલાઈન વેરિફિકેશન થઈ જાય છે. આ કાર્ડ માટે તમારે માત્ર 50 રૂપિયા ચૂકવવા પડશે.
“આધાર પીવીસી કાર્ડ”ની વિશેષતાઓ
- સુરક્ષિત QR કોડ
- હોલોગ્રામ
- માઇક્રો લખાણ
- ઘોસ્ટ ઇમેજ
- તારીખ અને પ્રિન્ટ તારીખ જારી કરો
- ગીલોચે ભાત
- એમ્બોસ થયેલ આધાર લોગો
પીવીસી આધાર કાર્ડ કઢાવવા કેટલો ખર્ચ થશે?
પીવીસી આધાર કાર્ડ પ્લાસ્ટિકનું કાર્ડ હોઈ છે જે મેળવવું સરળ છે અને એટીએમ કાર્ડ જેવું લાગે છે. પીવીસી આધાર કાર્ડ મેળવવા માટે તમારે રૂ .50 ની ફી ચૂકવવી પડશે.જો તમે પણ ઓર્ડર કરવા માંગતા જોવ તો તમે કોઈ પણ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ઓર્ડર કરી શકો છો. તમે ફક્ત એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને તમારા સમગ્ર પરિવારના આધાર કાર્ડ ઓર્ડર કરી શકો છે. UIDAI દ્વારા PVC કાર્ડ માટે એક કાર્ડ દીઠ 50 રૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે જે તમારે ઓનલાઈન ચુકવવાની રહેશે.
આધાર PVC કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
- તેના માટે UIDAIની સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in/ પર ક્લિક કરો.
- હવે સ્ક્રોલ ડાઉન કરીને નીચે જાઓ અને Order Aadhar PVC Card ઓપ્શન પર ક્લિક કરો.
- હવે તમને 12 ડિજિટનો આધાર નંબર અને Security કોડ નાંખવો પડશે.
- હવે Send OTP ઓપ્શન પર ક્લિક કરો.
- હવે તમારા મોબાઈલ નંબર પર જે OTP આવશે, તેને નાંખો અને Submit બટન પર ક્લિક કરો.
- હવે તમારા ડિટેઈલ્સ ચેક કરવું પડશે. બધું યોગ્ય થાય ત્યારે Payment કરવું પડશે.
- જો તમે UPI, નેટ બેકિંગ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરી શકો છો.
- પેમેન્ટ થયા પછી તમને સ્લિપ મળી જશે. કાર્ડ કેટલાંક દિવસમાં સ્પીડ પોસ્ટ દ્વારા તમારા ઘરે આવી જશે.
ઉપયોગી લીંક
સતાવાર સાઈટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |