RPF Constable Vacancy 2024 : રેલ્વેમાં 10 પાસ માટે પોલીસ કોન્સ્ટેબલ માં ભરતી,અહીથી ફોર્મ ભરો

ભારતમાં લાખો વિદ્યાર્થીઓનું સરકારી નોકરી મળવાનું સપનું હોય છે અને એ સપનું સાકાર કરવા માટે રાત દિવસ તનતોડ મહેનત કરતા હોય છે એ તનતોડ મહેનતને સફળ બનાવવા માટે રેલ્વે વિભાગ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ અને સબ ઇસ્પેક્ટરની ભરતી બહાર પાડવામાં આવેલ છે તો આ મહિનામાં જ ફોર્મ ભરાવાના ચાલુ થઈ રહ્યા છે તો રાહ જોયા વિના ફોર્મ ભરી દેવું અતિ આવશ્યક છે.

RPF Recruitment 2024: રેલવે ભરતી બોર્ડ (RRBs) એ રેલવે સુરક્ષા દળ (RPF) અને રેલવે સુરક્ષા વિશેષ દળ (RPSF) માં સબ ઇન્સ્પેક્ટર (SI)અને કોન્સ્ટેબલના પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. અરજી પ્રક્રિયાની શરૂઆત 15 એપ્રિલ 2024 ના રોજ કરવામાં આવી છે અને અરજી કરવા માટેની છેલ્લી તારીખ 14 મે 2024 રાખવામાં આવી છે. તો રેલવેમાં કોન્સ્ટેબલના પદ પર નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ્સ Indianrailways.gov.in પર જઈને અરજી કરી શકે છે.

RPF Recruitment 2024 મહત્વની જાણકારી

ભરતી સંસ્થા ઇન્ડિયન રેલવે (RPF)
પોસ્ટ કોન્સ્ટેબલ અને પીએસઆઈ
કુલ જગ્યા 4660
વય મર્યાદા 18થી 28 વર્ષ સુધી
ઓફિસિયલ વેબસાઇટ rpf.indianrailways.gov.in
ઇન્ડિયન રેલવે (RPF)

રેલ્વે RPF ભરતી ઉમર મર્યાદા:

આ ભરતી માટે વિભાગ દ્વારા ઉંમરને લઈને કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર બંને માટે ઉંમર મર્યાદા અલગ અલગ રાખવામાં આવેલ છે.

જે ઉમેદવાર ની ઉંમર મર્યાદા વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ હોય તે પ્રમાણે હશે તે જ ફોર્મ ભરી શકશે

કોન્સ્ટેબલ જગ્યા ની માટે આવેદન કરનાર ની ઉંમર 18 થી 28 વર્ષ હોવી જરૂરી છે

સબ ઇન્સ્પેક્ટર ની જગ્યા માટે આવેદન કરનાર વિદ્યાર્થીની ઉંમર 20 થી 28 વર્ષ ની વચ્ચે હોવી જરૂરી છે

શૈક્ષણિક લાયકાત

આ ભરતી નું ફોર્મ ભરતી પહેલા શૈક્ષણિક લાયકાત જોવી અતિ આવશ્યક ગણવામાં આવે છે કેમ કે બંને ભરતી માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવેલ છે.

કોન્સ્ટેબલ ની જગ્યા માટે ધોરણ 10 પાસ કરનાર ઉમેદવાર ફોર્મ ભરી શકે છે

સબ ઇન્સ્પેક્ટર ની જગ્યા માટે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરેલો હોવો જરૂરી છે કોઈપણ સ્ટ્રીમમાં

પગાર ધોરણ

  • સબ-ઇન્સ્પેક્ટર – રૂ. 35,400
  • કોન્સ્ટેબલ – રૂ. 21,700

રેલ્વે RPF ભરતી પસંદગી પ્રક્રિયા

  • રેલ્વે RPF ભરતી માં પસંદગી પ્રક્રિયામાં સૌથી પહેલા કોમ્પ્યુટર આધારિત લેખિત પરીક્ષા લેવામાં આવશે
  • લેખિત પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોને શારીરિક પરીક્ષા માટે બોલાવવામાં આવશે
  • શારીરિક પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવી નોકરી આપવામાં આવશે

જરૂરી દસ્તાવેજ

  • ઉમેદવારની 10મા ધોરણની માર્કશીટ
  • ઉમેદવારની 12મા ધોરણની માર્કશીટ
  • ગ્રેજ્યુએટ માર્કશીટ
  • ઉમેદવારનું જાતિ પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ
  • મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી
  • ઉમેદવારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો

અરજી કેવી રીતે કરવી?

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: તમારું વેબ બ્રાઉઝર ખોલો અને સંસ્થાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • “ભરતી” પર નેવિગેટ કરો: હોમ પેજ પર, “ભરતી” વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો.
  • ભરતી લિંક પસંદ કરો: પેજ પર આપેલી ચોક્કસ ભરતી લિંક પસંદ કરો.
  • એપ્લિકેશન ફોર્મ ભરો: એકવાર ભરતી લિંક પર ક્લિક કર્યા પછી, એપ્લિકેશન ફોર્મ દેખાશે. તબક્કાવાર સચોટ વિગતો પ્રદાન કરીને, ફોર્મના દરેક વિભાગને પૂર્ણ કરો.
  • પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને હસ્તાક્ષર અપલોડ કરો: પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને તમારી સહી અપલોડ કરવા માટેની સૂચનાઓને અનુસરો.
  • એપ્લિકેશન ફી ચૂકવો: ચુકવણી વિભાગમાં આગળ વધો અને તમારી શ્રેણી અનુસાર એપ્લિકેશન ફી ચૂકવો.
  • ફોર્મ સબમિટ કરો: બધી વિગતો ભર્યા પછી અને ચુકવણી કર્યા પછી, અરજી ફોર્મ સબમિટ કરો.
  • પુષ્ટિકરણ અને પ્રિન્ટઆઉટ: પુષ્ટિ કરો કે ફોર્મ સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવ્યું છે. તમારા રેકોર્ડ્સ માટે પૂર્ણ કરેલ અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.
  • How to apply for Railway RPF Recruitment?રેલ્વે RPF ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
  • આ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચે આપેલા સ્ટેપને ફોલો કરી તમે ઓનલાઇન અરજી કરી શકો છો

ઉપયોગી લીંક

અરજી કરવા માટે અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો