સહારા રિફંડ પોર્ટલ 2023 : ખુબ જ સારા સમાચાર સહારામાં ફસાયેલા 10 કરોડ લોકોના રુપિયા પરત મળશે આ રીતે

સહારા ઈન્ડિયા ગઈકાલે શરૂ કરાયેલ રિફંડ પોર્ટલ દ્વારા તમે અરજી કરીને સરળતાથી તમારી જમા રકમ પરત મેળવી શકો છો. તેના માટે તમે ઘરે બેઠા મોબાઈલ અથવા લેપટોપ દ્વારા તમે અરજી કરી શકો છો. અને 45 દિવસમાં પૈસા તમારા ખાતામાં આવી જશે.ઘણા વર્ષોની રાહ જોયા બાદ આખરે સહારા ઈન્ડિયામાં મહેનતની કમાણી કરનારા રોકાણકારોને રાહત મળી છે. સરકારે રોકાણકારોને પૈસા પાછા આપવા માટે Sahara Refund Portal લોન્ચ કરી છે. તેના દ્વારા, પૈસા પાછા આપવા ખૂબ જ સરળ રહેશે અને 45 દિવસમાં તમે તમારા ફસાયેલા પૈસા ઉપાડી શકશો. આ પ્રક્રિયા માટે તમારે કોઈ એજન્ટ ની જરૂર નહી પડે, જે તમે ઘર બેઠા લેપટોપ,કોમ્પુટર અથવા મોબાઈલથી તને સરળતાથી એપ્લાય કરી શકો છો. આવો જાણીએ પ્રોસેસ…

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કરી જાહેરાત

પહેલા સહારા ઈન્ડિયા રિફંડ પોર્ટલ વિશે જણાવીએ જેના દ્વારા આ શક્ય બનશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગઈકાલે તેની શરૂઆત કરી હતી. આ અંતર્ગત, સહારાની ચાર સહકારી મંડળીઓના લગભગ 4 કરોડ રોકાણકારો તેમના પૈસા પાછા મેળવી શકશે, જેમના રોકાણની પરિપક્વતા પૂરી થઈ ચુકી છે. સરકાર 10,000 સુધીની રકમ પાછી આપશે એટલે કે પેલા સ્ટેપમાં એ લોકોના પૈસા રીફંડ કરાવામાં આવશે જેનું ઈન્વેસ્ટમેન્ટ 10,000 રૂપિયા છે. એટલું જ નહીં, જે રોકાણકારો ની મોટી રકમ જમા છે, તેમને તેમના કુલ રોકાણમાંથી 10,000 રૂપિયા સુધી જ પરત કરી શકાશે. આવી રીતે 5000 કરોડની રકમ પરત કરવાની તૈયારીઓ કરવામાં આવી છે.

કોણ કોણ અરજી કરી શકશે

 • સહારા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ
 • સહારાયન યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ
 • હમારા ઈન્ડિયા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ
 • સ્ટાર્સ મલ્ટીપર્પઝ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ
 • હાલમાં માત્ર 10,000 રૂપિયા સુધીનું રિફંડ મળશે

કેટલું મળશે રિફંડ

અમિત શાહે કહ્યું કે, પ્રથમ તબક્કામાં થાપણદારોને માત્ર 10,000 રૂપિયા સુધીનું રિફંડ મળશે. એટલે કે જમા રકમ 20,000 હોય તો પણ ખાતામાં માત્ર 10,000 રૂપિયા જ ટ્રાન્સફર થશે. લગભગ 1.07 કરોડ રોકાણકારો એવા છે જેમને પૂરા પૈસા મળશે કારણ કે તેમનું રોકાણ માત્ર 10,000 રૂપિયા સુધીનું છે.

આ રીતે કરો અરજી

 • પોર્ટલ દ્વારા અરજી કરવા માટે, સૌ પ્રથમ તમારે આ વેબસાઇટની મુલાકાત લેવી પડશે
 • https://mocrefund.crcs.gov.in/Depositor/Register
 • અહીં તમારે તમારા આધાર નંબરના છેલ્લા 4 અંકો દાખલ કરવાના રહેશે.
 • આ પછી, આધાર નંબર સાથે મોબાઇલ લિંક દાખલ કરવાની રહેશે.
 • આ પછી તમારા મોબાઈલ પર એક OTP આવશે
 • OTP દાખલ કર્યા પછી, તમને તમારી પોલિસી અથવા સ્કીમ મળશે જેમાં તમે રોકાણ કર્યું છે. તેની વિગતો ભરવાની રહેશે
 • બધી માહિતી દાખલ કર્યા પછી, તમારે અરજી ફોર્મ યોગ્ય રીતે ભરવાનું રહેશે. તેમાં આપેલ તમામ કોલમ ભર્યા પછી, તમે તેને સબમિટ કરી શકો છો.
 • જો તમારી બધી કોલમ યોગ્ય રીતે ભરેલી હોય અને જરૂરી દસ્તાવેજો જોડાયેલા હોય તો તમને સબમિશનનો મેસેજ મળશે.
 • આ પછી, ઓનલાઈન દાવો દાખલ કર્યાના 15 દિવસની અંદર તમને SMS દ્વારા જાણ કરવામાં આવશે. આ પછી, 15 થી 45 દિવસમાં, તમારી રકમ તમારા ખાતામાં આવી જશે.

જો અરજી કરતા ના ફાવે તો શું કરવું ?

ઉપર બતાવ્યા સ્ટેપ પ્રમાણે તમે સરળતાથી તમારા ફસાયેલા પૈસા પાછા મેળવી શકો છો. જો અરજદારને પોર્ટલ દ્વારા અરજી કરતી વખતે કોઈ સમસ્યા થાય, તો તે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈ શકે છે. CSCમાં કામ કરતા કર્મચારીઓ તમારા આધાર લિંક,મોબાઈલ ફોન અને બેંક એકાઉન્ટ દ્વારા રિફંડ પોર્ટલ પર એપ્લાય કરશે.

ઉપયોગી લીંક

સતાવાર સાઈટ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top