તમને લોકો ને ખબર જ હશે કે અત્યારે ઓનલાઇન કેટલા છેતરપિંડી ના કેસ જોવા મળી રહ્યા છે. એમાં તો કેટલાક લોકો ખોટા સીમ કાર્ડ ના ભોગ બની રહ્યા છે. લોકો ના ડોક્યુમેન્ટ્સ નો દુરુપયોગ કરી ને ખોટા સીમ કાર્ડ બનાવે છે અને તેનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે.તો આ લેખ માં તમને જાણવા મળશે કે તમારા નામ પર કેટલા સીમ કાર્ડ બનેલા છે અથવા કેટલા મોબાઈલ નંબર ચાલુ છે. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણવા મળશે. આધાર કાર્ડ પર કેટલા મોબાઈલ નંબર ચાલુ છે તે કેવી રીતે ચેક કરવું ?
Table of Contents
તમારા નામ પર કેટલા સિમ છે જુઓ
આપણા નામ પર કેટલા સીમ કાર્ડ ચાલુ છે તે જાણવું આપણા માટે ખૂબ જ મહત્વનું છે. ઘણી વખત આપણી જાણ બહાર આપણા નામ પર કોઈ કાર્ડ વાપરતું હોય છે અને આપણને જાણ પણ હોતી નથી. આજે અમે તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી લાવ્યા છીએ. જેની મદદ થી તમે તમારા નામ પર કેટલા સીમ ચાલુ છે તે જાણી શકશો.
તમારા નામ પર કેટલા મોબાઈલ નંબર ચાલુ છે તે આવી રીતે ચેક કરો!
ટેલિકોમ્યુનિકેશન વિભાગે એક પોર્ટલ શરૂ કર્યું છે જ્યાં કોઈપણ આધાર કાર્ડ ધારક તેમના નામે કેટલા સિમ કાર્ડ કઢાવેલા છે અને કેટલા ચાલુ છે તે ચકાસી શકે છે. પોર્ટલને ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન (TAFCOP) કહેવામાં આવે છે. થોડા સરળ રીતે આપણે જાણીયે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ, તમે તમારા નામ પર કેટલા સીમ કાર્ડ ચાલુ છે તેની યાદી ચકાસી શકો છો.આ પોર્ટલ સિમ કાર્ડ વપરાશકર્તા ને એવી ફેસિલિટી આપે છે કે યુઝર તેના આધાર કાર્ડ પાર કેટલા સીમકાર્ડ ચાલુ છે એ બતાવશે. અને સિમ કાર્ડ યુઝર તે નંબર ને ચેક કરી શકે છે અને જે તેના નંબર નથી કે પછી ખોટો ઉપયોગ થાય છે જે નંબર નો તે નંબર પાર રિપોર્ટ કરી શકે છે, તેથી સીમકાર્ડ કંપની તે નંબર ને બ્લોક અને ડિએક્ટિવેટ કરી નાખશે.
ફ્રોડ લોકો થી જાણકાર થયી શકાશે
ફ્રોડ લોકો થી જાણકાર થયી શકાશે
હકિકતમાં ઘણીવાર તમને ખબર હોતી નથી કે તમારા આઇડી પર કેટલા સીમ ચાલી રહ્યા છે. વળી ઘણીવાર ફ્રોડ લોકો કોઈપણ આઈડી પરથી સીમ લઈ લે છે અને ગેરકાનુની કામ કરતાં હોય છે એટલા માટે જેમનાં નામ પર સીમ છે, તેમના માટે મુશ્કેલી ઉત્પન્ન થાય છે. તેવામાં તમારા માટે એ જાણવું જરૂરી હોય છે કે તમારા આઈડી પર કેટલા સીમકાર્ડ એક્ટિવેટ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે એક આઇડી પર ૯ સીમ એક્ટિવેટેડ કરી શકાય છે પરંતુ જમ્મુ કશ્મીર તથા ઉત્તર પુર્વ રાજ્યની આઇડી પર ૬ સીમ એક્ટિવેટ કરી શકાય છે.
તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે આ રીતે કરો ચેક ?
- સૌપ્રથમ tafcop.dgtelecom.gov.in પોર્ટલ ઓપન કરો.
- અહીં બોક્સમાં મોબાઈલ નંબર અને OTPથી લોગ-ઈન કરો.
- તમારા IDથી એક્ટિવ સિમ કાર્ડના તમામ મોબાઈલ નંબરનું તમને લિસ્ટ જોવા મળશે.
- આ લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમારી જાણ બહારનો છે તો એને તમે રિપોર્ટ કરી શકો છો.
- એના માટે નંબર સિલેક્ટ કરી ‘This is not my number’ સિલેક્ટ કરો.
- ઉપરના બોક્સમાં આપેલા IDમાં લખેલું નામ સબમિટ કરો.
- હવે નીચે આપેલા Report બોક્સ પર ક્લિક કરો.
- ફરિયાદ કર્યા બાદ એક ટિકિટ ID રેફરન્સ નંબર પણ મળશે.
- આ રીતે તમે જાણી શકો છો.
ઉપયોગી લીંક
ચેક કરવા માટે | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |