Tabela Loan Scheme in Gujarat

Tabela Loan Scheme in Gujarat | Adijati Vikas Yojana | તબેલા માટેની લોન યોજના | Tabela Loan Subsidy |પશુપાલકોને ગાયો-ભેંંસોનો તબેલો બનાવવા માટે 4 લાખ સુધી લોન મળવાપાત્ર | તબેલા માટેની લોનની સંપૂર્ણ માહિતી.

આજે સાહસકથાઓ વધી છે. ઘણા શિક્ષિત યુવાનો પોતાના વતન જઈ તબેલો કરવાનું વિચારતા હોય છે. શિક્ષિત બેકારી વધી રહી છે સરકારી નોકરીઓ અને ખાનગી નોકરીઓ મળી નથી રહી ત્યારે જો તમે પણ Dairy Farming કરવાનું વિચારતા હોવ તો સરકાર તમને સબસિડી અને સહાય બંને આપે છે. રાહ કોની જુઓ છો જાણો કેવી રીતે કરશો અરજી. મિત્રો આજે આપણે આ આર્ટિકલની મદદથી તબેલા બનાવવા માટે લોન યોજના નો લાભ કેવી રીતે મળશે? આપણે આ Loan માં અરજી કરવા માટે જે કોઈ જરૂરી દસ્તાવેજ જોઈએ તેના વિશે પણ જાણીશું. વધુમાં, આ લોન માટે શું-શું પાત્રતા નક્કી કરેલી છે તેની માહિતી મેળવીશું.

તબેલા લોન યોજનાના અંતર્ગત ગુજરાતના અનુસુચિત જન જાતિના નાગરિકો માટે આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ Tabela Loan આપવામાં આવે છે. આ યોજનાના માધ્યમ થકી ગુજરાતના યુવાનો રોજગારી મેળવી શકે.

આદિજાતિ નિગમ ગુજરાત દ્વારા ઘણી બધી લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે ખેડૂતો માટે ટ્રેકટર સહાય યોજના, મહિલાઓ માટે બ્યુટી પાર્લર લોન યોજના, વિદેશ જવા લોન યોજના વગેરે યોજનાઓ ચાલે છે. આજે અમે ખેડુતોની એક યોજના લઈને આવ્યા છે. જે ખેડૂતોને ભેંસો કે ગાયો માટે લોન જોઈએ છે તો આ પોસ્ટ ફ્કત એના માટે જ છે. આ યોજના અંતર્ગત ખેડૂતને મોટી રકમ સરકાર દ્વારા મળે છે. જેનો ઉપયોગ કરી તબેલો બનાવી શકાય છે.

જે Adijati ના ઈસમોની આર્થિક સ્થિતિ સારી ન હોય અને તબેલા બનાવવા માટે રૂપિયાની જરૂર હોય છે. એસ.ટી જ્ઞાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે. પશુપાલકોને પોતાના તબેલાના નિર્માણ માટે આદિજાતિ નિગમ, ગાંધીનગર દ્વારા આવી લોન આપવામાં આવે છે.આ લોન મેળવવા માટે Adijati Nigam Gujarat Website પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

યોજનાનો હેતુ

ગુજરાત આદિજાતિ નિગમ દ્વારા સ્વરોજગારી માટે વિવિધ લોન યોજનાનો લાભ આપવામાં આવે છે. જે આદિજાતિના નાગરિકોની નાણાંકીય સ્થિતિ સારી નથી અને ગાયો-ભેંંસોના નિભાવ માટે તબેલા બનાવવા માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને બેંકો પાસેથી કે અન્ય કોઈ પણ સંસ્થા પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ ધિરાણ સહાય આપવામાં આવે છે. પશુપાલકોને પોતાના તબેલાના નિર્માણ માટે Gujarat Adijati Nigam દ્વારા આવી લોન આપવામાં આવે છે.

Important Point of Tabela Loan Scheme in Gujarat

યોજનાનું નામતબેલા બનાવવા માટે લોન યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને English
ક્યા લાભાર્થી મળે?ગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો
યોજનાનો હેતુતબેલા બનાવવા માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે.
લોન પર વ્યાજદરમાત્ર 4% વ્યાજદર અને લોન સહાય આપવામાં આવશે.
લોનની રકમઆ લોન યોજના હેઠળ 4,00,000/- રૂપિયાની રકમ આપવામાં આવે છે.
Online ApplyApply Now
Official WebsiteClick Here

તબેલા માટે લોન યોજનાની પાત્રતા

Tribal Development Department Gujarat દ્વારા તબેલા બનાવવા માટે લોન આપવામાં આવે છે. આ લોન મેળવવા માટે અરજદારની લાયકાત અને પાત્રતા નક્કી કરેલી છે. તમે લોન માટે પાત્રતા ધરાવો છો કે નહિ તે જાણવું જરૂરી છે. તો ચાલો આપણે આ યોજના માટે પાત્રતા અને લાયકાત કેટલી હોવી જોઇએ એ બાબતે વિગતવાર માહિતી મેળવીએ.

  • લાભાર્થી આદિજાતિ વર્ગના હોવા જોઈએ.
  • આદિજાતિ અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • લાભાર્થીની ઉંમર 18 વર્ષ થી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
  • લાભાર્થી પાસે આધારકાર્ડ હોવું જોઇએ.
  • ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.
  • લાભાર્થીએ જે તબેલાના હેતુ માટે ( ધંધો/રોજગાર ) ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી હોવી જોઈએ.
  • તબેલો ચલાવવાની જાણકારી અથવા તાલીમ લીધેલી હોવી જોઈશે.
  • લાભાર્થી પાસે પશુપાલનમાં ઓછામાં ઓછું એક કે બે દૂધાળા પશુ પાળેલ હોવા જોઈશે
  • લાભાર્થી પાસે કામ કર્યાનો અનુભવ હોવો જોઈશે અને તેમ જ દૂધ મંડળીના સભ્ય હોવા જોઈશે.
  • લાભાર્થીએ છેલ્લા 12 માસમાં દૂધમંડળીમાં દૂધ ભરેલ હોય તેની Passbook રજૂ કરવાની રહેશે.
  • તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત Certificate રજુ કરવાનું રહેશે.
  • અરજદારને પશુપાલનની સારી એવી જાણકારી હોવી જોઈએ.
  • કુટુંબના કોઈ પણ વ્યકિતએ IDDP યોજના હેઠળ GTDC Gandhinagar માંથી લાભ લીધેલ ના હોવો જોઈએ.

યોજનાનો લાભ મેળવવા માટે નક્કી થયેલી આવક મર્યાદા

ગુજરાતના ST જ્ઞાતિઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જે લાભાર્થીઓની કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં 120000/- તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/- થી વધુ ન હોય, તેમને લાભ મળશે જોઈએ.

Document Requirement of Tabela Loan Scheme

આદિજાતિ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યમાં વસતા અનુસૂચિત જનજાતિના લોકોને લાભ આપવામાં આવે છે. તેઓ Dairy Farming Business તરીકે નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે. તેવા લોકો માટે આ Loan Sarkari Nokri સમાન જ છે. આ યોજના માટે નીચે મુજબનાં આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.

  • લાભાર્થીનું આધારકાર્ડ
  • એસ.ટી અંગેનું પ્રમાણપાત્ર
  • લાભાર્થીનું રેશનિંગ કાર્ડ
  • લાભાર્થી નું તાલીમનું પ્રમાણપત્ર.
  • બેંક ખાતાની પાસબુક
  • લાભાર્થીએ રજૂ કરેલ મિલ્કતનો પુરાવો. (જમીનનાં 7/12 અને 8/અ અથવા મકાનનાં દસ્તાવેજ અથવા તાજેતરનું પ્રોપર્ટી કાર્ડ બીજા વગરનું )
  • લાભાર્થી નાં જામીનદાર-1 નાં મિલ્કત નો પુરાવો (જમીનનાં 7/12 અને 8/અ અથવા મકાનનાં દસ્તાવેજ અથવા તાજેતરનું પ્રોપર્ટી કાર્ડ બીજા વગર નું)
  • લાભાર્થી નાં જામીનદાર-2 નાં મિલ્કત નો પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગર નું)
  • જામીનદાર-1  નું મિલ્કત નું સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ
  • જામીનદાર-2  નું મિલ્કત નું સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ.
  • બંને જમીનદારોએ 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરેલ સોગંધનામુંં રજૂ કરવાનું રહેશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top