હવે ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી: 5 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો શું કહે છે હવામાન વિભાગ?

છેલ્લા ઘણા દિવસોના વિરામ બાદ હવે મેઘરાજા ફરી ગુજરાતમાં વરસવાના મૂડમાં છે.. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આગામી 5 દિવસમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.. દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજથી 5 દિવસ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

આજે ક્યાં વરસાદ પડશે?

આજે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર અને દમણ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદ પડી શકે છે.

17 સપ્ટેમ્બર

આણંદ, પંચમહાલ, દાહોદ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. આ સાથે જ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

આ પણ વાંચો : પોસ્ટ ઓફિસની આ યોજનાથી તમારી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરો, ફોર્મ , ડોક્યુમેંટ્સ અને સહાય જાણો સંપૂર્ણ માહિતી

18 સપ્ટેમ્બર

પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા , અમરેલી, સુરત, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, ભાવનગર, ગીરસોમનાથ, કચ્છ, નવસારી, વલસાડ અને અમદાવાદમાં વરસાદમાં વરસાદ પડવાની શક્યતા છે.

ખેડૂતોમાં ખુશીની લહેર

ઓગસ્ટનો આખો મહિનો કોરોધાકળ રહ્યાં બાદ હવે મેઘરાજા સપ્ટેમ્બરમાં મન મુકીને વરસશે.. હવામાન વિભાગ દ્વારા વરસાદની આ આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.. કારણ કે છેલ્લા ઘણા સમયથી વરસાદ ન થતાં ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી હતી.. એવામાં વરસાદની આગાહી થતાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.

જો કે હવામાન વિભાગની આગાહીના પગલે અત્યારથી જ ગુજરાતના છુટછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.. ગીરના જંગલોમાં અને દાહોદમાં મેઘરાજાની સવારી જોવા મળી હતી.. આમ વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે.. આમ આજથી 20 તારીખ સુધી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

HomepageClick Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top