અંબાલાલ પટેલ આજની આગાહી । Ambalal Agahi | અંબાલાલ પટેલની આગાહી | Ambalal Patel ni agahi | અંબાલાલ પટેલે કરી વરસાદની ઘાતક આગાહી | Ambalal agahi | ambalal patel ni agahi 2023 | ambalal patel ni agahi varsad ni | ambalal patel weather report | ambalal patel prediction | અંબાલાલની આગાહી 2023 | ambalal patel ni agahi na samachar | અંબાલાલ પટેલ ના તાજા સમાચાર । આજની આગાહી । અંબાલાલ ની આગાહી વરસાદની । વરસાદની આગાહી લાઈવ
રાજ્યમાં મેધરાજાએ જમાવટ બોલાવી છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતીઓને થથરાવી દે તેવી આગાહી કરી છે. તેમણે આગાહી કરતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી 48 કલાક મેઘ તેનું રૌદ્ર રૂપ બતાવશે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, આગામી 48 કલાક મેઘ તેનું રૌદ્ર રૂપ બતાવશે. આ વરસાદને કારણે જન જનને સજાગ રહેવું સારું રહેશે. બીજી તારીખ સુધી કેટલાક ભાગમાં વરસાદ રહેશે. આગામી બે દિવસ ભારે રહેશે.
આગામી પાંચ દિવસ ગુજરાતના આ જગ્યાઓ પર વરસાદની આગાહી
આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગે આગાહી કરી કે, ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ રહી શકે છે. તો આવતીકાલથી વરસાદ ઓછો થશે. 2 જી જુલાઈથી વરસાદનું જોર ક્રમશઃ ઘટશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. તો સાંજના સમયે એકાદ જગ્યાએ અમદાવાદમાં વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત વલસાડ, નવસારી, આણંદ, તાપી, નર્મદા, ભરૂચ,તાપીમાં આજે ભારે વરસાદની આગાહી છે. ગીરસોમનાથ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગરમાં પણ ભારે વરસાદ રહી શકે છે.
ગુજરાતમાં અત્યાર સુધી થયો આટલો વરસાદ
ગુજરાતમાં આજે સવારથી 6 કલાકમાં 89 તાલુકામાં વરસાદ રહ્યો છે. જામનગરમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો તાપીના વ્યારા અને વલસાડના ધરમપુરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો. તો 6 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ રહ્યો. રાજ્યમાં સારા વરસાદથી નદી અને જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. રાજ્યના 207 જળાશયોમાં 41.30 ટકા પાણીનો સંગ્રહ થયો છે. તો કચ્છ-સૌરાષ્ટ્રના 7થી વધારે જળાશયો વરસાદી પાણીથી છલકાયા છે.
છેલ્લાં 5 વર્ષમાં થયેલ વરસાદ ની માહિતી
વર્ષ | વરસાદ (ઇંચમાં) | સરેરાશ |
2017 | 35.77 | 112.18 |
2018 | 25.10 | 76.73 |
2019 | 46.95 | 146.17 |
2020 | 44.77 | 136.85 |
2021 | 32.56 | 98.48 |
ગુજરાતમાં કેવું રહેશે ચોમાંસુ
ચોમાસાની પેટર્ન આત્મનિર્ભર નથી અને તે પેસિફિક મહાસાગરના પ્રભાવને આધિન છે. વાવાઝોડું પુષ્કળ વરસાદ લાવશે. જૂન નક્ષત્રો ચોમાસાની શરૂઆતની ઘોષણા કરે છે, ત્યારબાદ જૂન અને જુલાઈમાં પૂરતો વરસાદ પડે છે. ઓગસ્ટમાં ઓછો વરસાદ જોવા મળશે, પરંતુ સપ્ટેમ્બરમાં સારા વરસાદનું વચન આપે છે. પવન નવેમ્બર સુધી લંબાશે, આખા મહિના દરમિયાન વરસાદ લાવશે. આ વર્ષે, 20મી નવેમ્બરની આસપાસ ચક્રવાતની અપેક્ષા છે, તેને ચક્રવાત વર્ષ તરીકે નામ આપવામાં આવ્યું છે.
ઉપયોગી લીંક
હવામાન વિભાગ સતાવાર સાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |