ગુજરાતની આ મહાનગરપાલિકા માં આવી પરીક્ષા વગર ભરતીની જાહેરાત , 12 પાસ માટે નોકરીની તક જાણો માહિતી

નમસ્કાર મિત્રો આજના યુગમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો તે દરેક વ્યક્તિ માટે છે બેરોજગારી. પરંતુ સમયાંતરે નાની મોટી સરકારી કે પ્રાઇવેટ ભારતીઓ આવતી રહેતી હોય છે જેની આપણને જાણ હોતી નથી તો આપણે આ વેબસાઈટ ના માધ્યમથી તમામ નાની મોટી ભરતીઓ ની માહિતી મેળવીશું.તો ચાલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક નવી ભરતી વિશે ની તો મિત્રો વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધોરણ 12 પાસ ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો આ ભરતીની વિષે ની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ પોસ્ટ ને છેલ્લે સુધી વાંચવી તેમજ ઉપયોગી લાગે તો અન્ય મિત્રો સાથે શેર કરવા વિનંતી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન 12 પાસ ભરતી

સંસ્થાનું નામ વડોદરા મહાનગરપાલિકા
નોકરીનું સ્થળ વડોદરા, ગુજરાત
અરજી પ્રકાર ઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુન 2023
સત્તાવાર વેબસાઈટ www.vmc.gov.in

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓફીસ આસીસ્ટન્ટ (પ્યુન) ટ્રેડમાં એપ્રેન્ટીસ જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

વય મર્યાદા

એપ્રેન્ટિસની જગ્યાઓ માટે વય મર્યાદા 18 – 28 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વડોદરા મ્યુનિસિપાલિકા કોર્પોરેશન દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન)ની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

લાયકાત:

મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે તમારે સાયન્સ, કોમર્સ, આર્ટસ કે અન્ય કોઈ સ્ટ્રીમથી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

વડોદરા મહાનગરપાલિકા 2023 માટે અરજી કેવી રીતે કરવી ?

  • અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહીં. જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઇ એકમ/સંસ્થા સાથે કરાર નામાથી જોડાયેલ હશે તો તે ઉમેદવારની ઉમેદવારી રદ થવાપાત્ર થશે.
  • વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે.અરજીના કવર પર મોબાઇલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું.
  • અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં.
  • અધુરી વિગતવાળી,જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઇપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
  • અરજી કરનાર ઉમેદવારે www.apprenticeshipindia.org
  • પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ કરવાનું રહેશે.
  • ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં.૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-૩૯૦૦૦૧ ના સરનામે જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલો સહ તા.૩૦-૦૬-૨૦૨૩ સુધીમાં મોકલવાની રહેશે.
  • એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી ધોરણ ૧૨ પાસ કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
  • આ પસંદગી કામચાલાઉ હોઇ વડોદરા મહાનગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઇ કાયદેસરનો હક્ક પ્રસ્થાપિત થશે નહીં.

VMC ભરતી 2023 પસંદગી પ્રક્રિયા

એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી ધોરણ 12 પાસ કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.

આ પસંદગી કામચલાઉ હોઈ વડોદરા મહાનગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઈ કાયદેસરનો હક્ક પ્રસ્થાપિત થશે નહી.

અરજી કરવા માટે જરૂરી લિંક:

અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top