Download Birth/Death Certificate Online In Gujarat | ઓનલાઇન જન્મ-મરણનો દાખલો મેળવો @eolakh.gujarat.gov.in

How to Download Birth and Death Certificate Online in Gujarat 2024 | ગુજરાતમાં જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું | ગુજરાત જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા । જન્મ અને મરણ પ્રમાણપત્રની સત્તાવાર વેબસાઈટ @eolakh પર ઓનલાઈન અરજીની સ્થિતિ તપાસો.

Birth Certificate Online, જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈન : જન્મની નોંધણીએ બાળકનો હક્ક છે અને તેની ઓળખ સ્થપવા માટેનું પ્રથમ પગલું છે. જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, 1969 હેઠળ રજીસ્ટ્રારને દરેક જન્મ અને મરણની જાણ કરવી ફરજીયાત છે. ગુજરાત સરકાર દ્વારા જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે eOlakh પોર્ટલ શરૂ કર્યું છે.

ઓનલાઇન જન્મ-મરણનો દાખલો મેળવો Highlight

પોસ્ટનું નામ Birth/Death Certificate Download Gujarat
શરૂ કરનાર રાજ્ય સરકાર
લાભાર્થીઓ ગુજરાત ના નાગરિક
વિભાગ મહેસૂલ વિભાગ
Official Website eolakh.gujarat.gov.in/

ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કેવી રીતે કરવું ?

જન્મની ઓનલાઈન નોંધણી માટે (ઈ ઓળખ) એપ્લીકેશન, નેશનલ ઇન્ફ્રોર્મેટીક્સ સેન્ટર, ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત સરકારના આરોગ્ય અને કલ્યાણ વિભાગ માટે વિકસાવવામાં આવી છે. આ એપ્લીકેશનમાં કોઈપણ સમસ્યા હોય અથવા એપ્લીકેશન સબંધિત સૂચનો હોય તો નાયબ રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ) અને અધિક નિયામકશ્રી (આંકડા), બ્લોક 5/3, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર – 382010નો સંપર્ક સાધવા વિનંતી છે. વધુમાં, જીલ્લા જીલ્લાકક્ષાના પ્રશ્નના માર્ગદર્શન માટે સબંધિત જીલ્લા પંચાયત ખાતે ફરજ બજાવતા જીલ્લા રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ) અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીનો સંપર્ક સાધવા વિનંતી છે.

ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર માટે અરજી પ્રક્રિયા? । How to Online Apply Birth Certificate ?

  • સૌપ્રથમ Google Search માં eolakh gujarat ટાઈપ કરો.
  • વે તેના Home Page પર જાઓ.
  • આ વેબસાઈટ પર હોમ પેજ પર “Download Certificate” નામનું બટન હશે. તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ નવું એક પેજ ખૂલશે.
  • જેમાં તમે અરજી ક્રમાંક અને તમારા રજીસ્ટ્રર મોબાઈલ નંબરથી તમે આ પ્રમાણપત્ર Download કરી શકો છો.
  • ધારો કે, તમારા રજીસ્ટ્રર મોબાઈલથી પ્રમાણપત્ર મેળવવું હોય તો, ત્યાં મોબાઈલ નંબર વાળો ઓપ્શન પસંદ કરો.
  • ત્યારબાદ Enter Captch દાખલ કરીને “Search Data” પર ક્લિક કરો.
  • છેલ્લે, તમારી માહિતી સાચી હશે તો તમારું જન્મનું પ્રમાણપત્ર Download કરી શકશો.

જન્મના પ્રમાણપત્ર માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

  • બાળકના પિતાનું આધાર કાર્ડ
  • બાળકના માતાનું આધાર કાર્ડ
  • રહેણાંક પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • ઈમેલ આઈડી
  • મોબાઈલ નંબર

મરણ નો દાખલો ડાઉનલોડ કરવાની પ્રોસેસ?

  • સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ https://eolakh.gujarat.gov.in પર જાઓ.
  • ત્યારબાદ ડાઉનલોડ સર્ટીફીકેટ બટન પર ક્લિક કરો.
  • ઓપ્શન પસંદ કરો -> મરણ
  • પસંદ કરો -> અરજી નંબર અથવા મોબાઈલ નંબર.
  • એક બોક્સમાં અરજી નંબર અથવા મોબાઈલ નંબર લખો.
  • બીજા બોક્સમાં વર્ષ લખો.
  • સર્ચ ડેટા બટન પર ક્લિક કરો.
  • મરણ પ્રમાણપત્ર ની PDF ફાઈલ ડાઉનલોડ કરી

જન્મ કે મરણ પ્રમાણપત્ર ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે અગત્યની માહિતી

  • જન્મ કે મરણનું પ્રમાણપત્ર online download કરવા માટે આપની પાસે અરજી નંબર કે મોબાઇલ નંબર હોવો જરૂરી છે.
  • અરજી નંબર સિસ્ટમ દ્વારા જન્મ કે મરણની નોંધણી વખતે રજુ કરવામાં આવેલ મોબાઇલ નંબર ઉપર SMSથી મોકલવામાં આવશે/મોકલવામાં આવેલ હશે. જે પ્રમાણપત્ર online download કરવા સાચવી રાખવો જરૂરી છે.
  • દાખલ કરવામાં આવેલ મોબાઇલ નંબર કે અરજી નંબર સાથે linked જન્મ કે મરણનું પ્રમાણપત્ર online download કરી શકાશે.
  • જો દાખલ કરવામાં આવેલ મોબાઇલ નંબર કે અરજી નંબર ખોટો હશે તો પ્રમાણપત્ર online download કરી શકાશે નહી. તેમ છતાયે કોઇ તાંત્રિક કારણોસર download કરવામાં મુશ્કેલી પડે તો, સૌ પ્રથમ સંબંધિત રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ)ની કચેરીનો કે જીલ્લા રજીસ્ટ્રાર(જનમ-મરણ) અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીનો કે તેમની કચેરીનો સંપર્ક સાધવા વિનંતી છે.
  • આ રીતે, કોમ્પ્યુટરાઇઝ્ડ પધ્ધતિથી generate થતા પ્રમાણપત્રો માન્ય રાખવા અત્રેની કચેરી દ્વારા તા. ૦૫/૦૨/૨૦૨૦ ના પરિપત્રથી વિગતવાર સૂચનાઓ આપવામાં આવેલ છે.

જન્મ નું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લિંક્સ

જન્મ/મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઇટ અહીં ક્લિક કરોઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો