Aadhaar Card Update Online : આ રીતે ઘરે બેઠા આધારકાર્ડ માં સુધારો તમારું નામ, ફોટો, એડ્રેસ, જન્મ તારીખ, ફોન નંબર જાણો સરળ રીત

aadhar card address change: શું તમે તમારું આધાર કાર્ડ સુધારો કરવા માંગો છો? તો આ પોસ્ટ ચોક્કસ વાંચો. તમે આધાર કાર્ડમાં બે રીતે સુધારો કરી શકો છોઃ ઓનલાઈન અને ઓફલાઈન. , આધાર કાર્ડ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર હોવો ફરજિયાત છે અને ઓફલાઈન સુધારા માટે તમારે તમારા નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે.આજના આ આર્ટીકલમાં અમે તમને Aadhaar Card Update Online વિષે વિગતવાર માહિતી આપીશું.

આધાર કાર્ડમાં અપડેટ હાઈલાઈટસ

પોસ્ટનું નામ Aadhaar Card Update Online
ભાષા ગુજરાતી અને English
સંસ્થા UIDAI
અરજી પ્રકાર ઓનલાઇન
સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in
Aadhaar Card Update Online

ફક્ત 2 મિનિટમાં થશે આધાર કાર્ડમાં સુધારો

હાલનો સમય એટલે દોડધામનો સમય. આ દોડધામના સમયમાં આધાર કાર્ડમાં સુધારા કરવા માટે તેઓ આધાર સેન્ટર સુધી જઈ શકતા પણ નથી. તેથી તેમના કામ અટકી રહે છે. આ સમસ્યાનો હલ થાય એટલા માટે આધાર કાર્ડમાં 5 સુધારાઓ તમે મોબાઈલ વડે પણ થઇ શકે તેવી સુવિધા આપવામાં આવી છે. ચાલો, આ વિષય પર વિગત વાર બધી માહિતી જોઈએ. હવે આધારકાર્ડમાં કોઈ પણ સુધારા કરવા માટે આધાર કેન્દ્રમાં જવાની જરૂર નથી. આ 5 સુધારાઓ તમે ઓનલાઇન ઘરબેઠા મોબાઈલમાંથી જ કરી શકશો.

ઘરેબેઠા આધાર કાર્ડમાં એડ્રેસ બદલો આ રીતે

  • સૌથી પહેલા તમારે આધાર કાર્ડની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ પર જવું પડશે.
  • આ પછી, તમારે અહીં ‘My Aadhaar’ પર જઈને ‘Update My Aadhaar’ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે Aadhaar Card Number અને Mobile Number નાખવો પડશે, ત્યારબાદ મોબાઈલ પર આવેલ OTP ભરો. પછી તમને એક નવી લિંક મળશે, જેના પર ક્લિક કરો.
  • હવે તે વિકલ્પની પસંદી કરો જેને તમે અપડેટ કરવા માંગો છો. ઉદાહરણ તરીકે જો તમે સરનામું અપડેટ કરવા માંગો છો તો પછી સરનામાં સાથેના વિકલ્પ પર ક્લિક કરો. આ પછી એડ્રેસ પ્રૂફ (Address proof) ડોક્યુમેન્ટ જોડીને કેપ્ચા કોડ (Captcha code) દાખલ કરો.
  • હવે ‘Send OTP’ વિકલ્પ પર ક્લિક કરો. પછી છેલ્લે તમને 50 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહેશે તેને ભરો. આમ કરવાથી તમારું સરનામું તમારા આધાર કાર્ડ પર અપડેટ થઈ જશે.

ઓનલાઈન આધાર કાર્ડ Name/ Gender/ Date Of Birth માં સુધારો કરો

  • સૌપ્રથમ mAadhaar એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે. હવે આ એપ્લિકેશનમાં Login બટન દેખાશે, જેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ નાખી Submit OTP બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • તમારા આધાર સાથે લિંક મોબાઈલ નંબર ઉપર OTP આવશે તે OTP નાખીને Login બટન ઉપર ક્લિક કરો.
  • હવે Services નામનું મેનુ દેખાશે જેમાં ઘણા બધા વિકલ્પ હશે, એમાં તમારે Name/ Gender/ Date Of Birth/ Address Update વિકલ્પમાં ક્લિક કરવાનું રહેશે.
  • હવે Update Aadhaar Online વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ Proceed to Update Aadhaar પર ક્લિક કરો.
  • હવે તમારે નામ, જન્મતારીખ કે સરનામું જે પણ બદલવું હોય તેના ઉપર ક્લિક કરી નીચે Proceed to Update Aadhaar આધાર બટન પર ક્લિક કરો.
  • હવે તમારું નામ, એડ્રેસ કે જન્મ તારીખ જે પણ બદલવું હોય તે મુજબનું તમારે નવું નામ, એડ્રેસ કે જન્મતારીખ એન્ટર કરો.
  • ત્યારબાદ તમે જે નવું નામ, એડ્રેસ કે જન્મ તારીખ લખી છે તેનો પુરાવો તમારે અપલોડ કરવાનો રહેશે. જે માટે Manual Upload વિકલ્પ ઉપર ક્લિક કરીને તમે દર્શાવેલો પુરાવો પસંદ કરવાનો રહેશે.
  • હવે આ પસંદ કરેલો પુરાવો View Details & Upload Document માં અપલોડ કરવાનો રહેશે.

આધારકાર્ડમાં સરનામું સુધારવા માટે જરૂરી દસ્તાવેજ

  • પાસપોર્ટ
  • રેશન કાર્ડની નકલ
  • ચૂંટણીકાર્ડ
  • ડ્રાઈવિંગ લાયસન્સ
  • PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી / સેવા ઓળખ કાર્ડ
  • પેન્શનર કાર્ડ
  • સ્વતંત્રતા સેનાની કાર્ડ
  • કિસાન પાસબુક
  • વિકલાંગતા આઈડી કાર્ડ
  • ઘરનું વીજળી બિલ
  • રહેઠાણનું પાણી બિલ
  • ટેલીફોન લેન્ડલાઈન બિલ
  • પ્રોપર્ટી ટેક્સ રસીદ
  • વીમા પોલીસી (LIC કે અન્ય)

ઉપયોગી લીંક

ઓફિશિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
mAadhaar એપ્લિકેશનઅહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો