મફત પ્લોટ યોજના 2024 | ઘર બનાવવા મકાન માટે મફત પ્લોટ યોજના, ફોર્મ ડોક્યુમેન્ટ,અરજી પ્રક્રિયા જાણો

Mafat Plot Yojana Gujarat 2024 : મફત પ્લોટ યોજના ગુજરાત 2024 : નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ગરીબી રેખાથી નીચે જીવન જીવતા નાગરિકો માટે 1972 થી મફત પ્લોટ યોજના શરુ કરવામાં આવી છે, આ યોજના હેઠળ જે નાગરિકો જામી વિહોણા છે અને BPL યાદી ધરાવે છે તેમના માટે સરકાર દ્વારા ૧૦૦ ચોરસ વાર જમીન મળવાપાત્ર છે.

તો આ મફત પ્લોટ યોજના ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આ યોજના માં જોઈશું તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.

મફત પ્લોટ યોજના ગુજરાત 2024 – Highlights

યોજનાનું નામ મફત પ્લોટ યોજના
વિભાગ ગ્રામીણ વિકાસ વિભાગ
યોજના લાભાર્થી BPL કાર્ડ ધારકો અથવા ગરીબી રેખા નીચે જીવતા નાગરિકો
મળવાપાત્ર સહાય ૧૦૦ ચોરસ વાર પ્લોટ
સત્તાવાર વેબસાઇટ Panchayat.guj.gov
મફત પ્લોટ યોજના
આ પણ વાંચો : પીએમ વિશ્વકર્મા યોજના દરેક કારીગરને મળશે લોન સહાય અને તાલીમ

મફત પ્લોટ યોજના શું છે?

આ યોજના થકી ગરીબ અને જેઓ ગરીબી રેખા નીચે જીવતા હોય તેમજ બી.પી.એલ યાદી માં આવતા હોઈ તેવા લોકો ને ઘરનું ઘર બનાવા માટે મફત પ્લોટ યોજના અમલમાં મુકવામાં આવી છે. તેમજ આ મફત પ્લોટ ૧૦૦ ચોરસ વાર જમીન આપવામાં આવે છે.

આ યોજના નો લાભ એવા વ્યક્તિઓ લઈ શકે છે જેમની પાસે ઘર નું ઘર નથી તેમજ ઘર બનાવા માટે પ્લોટ નથી તેમજ જેઓ બી.પી.એલ યાદીમાં આવતા હોય તેમને મળવાપાત્ર થશે.

મફત પ્લોટ યોજના યોગ્યતા

  • સૌપ્રથમ ગુજરાત રાજ્યમાં રેહતો હોવો જોઈએ.
  • જે અરજી કરે છે તેની આવક 1,20,000/- રૂપીયા કરતાં વધારે ના હોવી જઈએ.
  • જે અરજી કરે છે તે ગ્રામ્ય માં રેહતો મજૂર કારીગર હોવો જોઈએ.
  • અરજદાર પાસે કોઈ પણ પ્રકારની જમીન ના હોવી જોઈએ.
  • અરજદારનું નામ BPL કાર્ડની યાદીમાં હોવું જોઈએ.
  • જે અરજી કરે છે તેની ઉમર 18 વર્ષથી વધુ હોવી ફરજિયાત છે.
  • જે અરજી કરે છે તે ગરીબી રેખાની નીચે જીવે છે તો જ તેને આ યોજના નો લાભ મળશે.

મફત પ્લોટ સહાય યોજના 2024 મળવાપાત્ર લાભ

  • ગરીબ પરિવારના લોકો ને ૧૦૦ ચોરસ વાર જમીન આપવામાં આવે આવે છે.
  • આ જમીન મફત માં આપવામાં આવતી હોય છે.
  • જમીન વિહોણા ખેત મજૂરોને જમીન મળે છે.

જરૂરી ડોક્યુમેન્ટ

  • મફત પ્લોટ યોજના નું અરજી ફોર્મ
  • રેશનકાર્ડ
  • આધાર કાર્ડ
  • BPL કાર્ડ
  • જમીન નથી ધરાવતા તેનું પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • ઉંમરનો પુરાવો
  • SECC ના નામની વિગત
  • બેંક પાસબુક

મફત પ્લોટ ગુજરાત યોજના અરજી કેવી રીતે કરવી ?

મફત પ્લોટ ની આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ સૌ પ્રથમ ઓફલાઈન અરજી કરવાની હોય છે. અરજી કરવા માટે ગ્રામ પંચાયતમાંથી ફોર્મ મેળવી તેમાં માંગેલી તમામ માહિતી કોઈ ભૂલ વગર ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ જોડી તલાટી મંત્રી શ્રીના સહી અને સિક્કા કરાવવાના હોય છે.

ગુજરાત સરકારની આ યોજના ખુબ જ સારી છે. જેનાથી ગ્રામ્ય વિસ્તારમા ઘરવિહોણા લોકોને ઘર બનાવવા પ્લોટ મળી રહે છે. આ યોજનાની વધુ માહિતી તમારા ગામમા ગ્રામ પંચાયત માથી તલાટી મંત્રી પાસેથી મળી રહેશે.

ફોર્મ ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો